જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં શુક્રવારે એલઓસી પર પાક. સૈનિકોએ સીઝફાયરનું ઉલ્લંઘન કરતાં બે જવાન શહીદ થયા હતા. આર્મીના એક અધિકારીએ કહ્યું કે, કેરન સેક્ટરમાં સવારે 12 વાગ્યે પાકિસ્તાને ભારત તરફથી કોઈપણ જાતની ઉશ્કેરણી કરાઈ નહોતી છતાં ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં એક જેસીઓ શહીદ થયો હતો. જ્યારે અન્ય એક ઘાયલ જવાન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
જાણકારી મુજબ અન્ય ઇજાગ્રસ્ત અધિકારીને વિશેષ સારવાર માટે શ્રીનગરના આર્મીના મૂળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બીજી બાજુ બારામુલ્લા જિલ્લાના એક ગામમાં સુરક્ષાદળોએ આતંકીઓનું તપાસ અભિયાન શરૂ કર્યું હતું. સુરક્ષાદળોએ આતંકીઓ જ્યાં છુપાયા હતા તે વિસ્તારને ઘેરી લીધો છે. મોડીરાત સુધી આ અભિયાન ચાલુ રહેવા પામ્યું હતું. અન્ય એક સ્થળેથી આઈઈઈડી મળી આવતા તેને નિષ્ક્રિય કરાયું હતું.