જમ્મુ કાશ્મીરમાં PDP સાથે ચાલી રહેલી ગઠબંધન સરકારમાંથી અંતે બીજેપી સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી તેના થોડા સમયમાં જ મહબૂબા મુફ્તીએ જમ્મુ કાશ્મીરના CM પદેથી રાજીનામું આપી દીધું છે. બીજેપીના વરિષ્ઠ નેતા રામ માધવે મંગળવારે કહ્યું કે કેન્દ્ર સરકાર તરફથી પૂરી મદદ કરવામાં આવી છતાં રાજ્યમાં વિકાસ થવાને બદલે આતંકવાદનો વિકાસ થયો રહ્યો છે. બીજેપીએ સમર્થન ખેંચતા મહેબૂબા મુફ્તી પાસે ફરી સત્તા પર આવવા માટે શું હવે વિકલ્પ છે? જો કે બીજેપી તો રાજ્યમાં રાજ્યપાલ શાસનની જ માગ કરી રહ્યું છે.
બીજેપીએ અચાનક જ PDPને આપેલું સમર્થન પાછું ખેંચતા મહબૂબા સરકાર સામે સંકટ ઊભું થઈ ગયું છે.ગત વિધાનસભા ચૂંટણીના પરિણામ જોઈએ તો રાજ્યની કુલ 87 બેઠકમાંથી PDPને 28, બીજેપીને 25, નેશનલ કોન્ફરન્સને 15 અને કોંગ્રેસને 12 સીટ મળી હતી. આ ઉપરાંત અન્ય પક્ષોને 7 સીટ મળી હતી.