આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે આખી દુનિયામાં અલગ-અલગ જગ્યાઓ પર લોકો યોગ કરતા જોવા મળ્યા છે. પાણીથી લઇને પહાડ સુધી, દેશના જવાનોથી માંડીને સામાન્ય લોકોએ વિવિધ રીતે યોગ દિવસ ઊજવ્યો છે. ITBPના જવાનોએ યોગ દિવસ પર જમ્મુ-કાશ્મીરના લડાખમાં 18,000 ફૂટની ઊંચાઈ પર યોગ કર્યા. ત્યાંનું તાપમાન -40 ડિગ્રી સુધી પહોંચી જાય છે. રોહતાંગ પાસ પર લગભગ 13,200 ફૂટની ઊંચાઈ પર આઇટીબીપીની જવાનોએ યોગ કર્યા. તો અરૂણાચલ પ્રદેશમાં ઇન્ડો-તિબેટિયન જવાનોએ ‘રિવર યોગા’ કર્યા.
#WATCH Indo-Tibetan Border Police personnel perform Surya Namaskar in cold desert of Ladakh at an altitude of 18,000 feet pic.twitter.com/ky3PmJUm0G
— ANI (@ANI) June 21, 2018