એનઆઈએની ૨૦ ટુકડીઓ શ્રીનગર સેન્ટ્રલ જેલમાં ત્રાટકી
જેહાદી દસ્તાવેજો, ૨૫ મોબાઈલ, સીમકાર્ડ, મેમરી કાર્ડ, આતંકી સંગઠન હિઝબુલના પોસ્ટર સહિતનું મળી આવ્યું
જમ્મુ-કાશ્મીરમાં અનેક સ્ળોએ દેશ વિરોધી પ્રવૃતિઓ થતી હોવાની વાત જગજાહેર છે. અવાર-નવાર પાકિસ્તાનના ઝંડા જમ્મુ-કાશ્મીરમાં ફરકાવવામાં આવે છે. ઉપરાંત જેહાદી પ્રવૃતિએ પણ માજા મુખી છે ત્યારે હવે કાશ્મીર તો ઠીક પરંતુ શ્રીનગરની સેન્ટ્રલ જેલમાં પણ પાકિસ્તાની ઝંડા અને જેહાદી સામગ્રી મળી આવતા સુરક્ષા તંત્ર એલર્ટ થઈ ગયું છે.
ગઈકાલે શ્રીનગર સેન્ટ્રલ ઝેલમાં એનઆઈએની ૨૦ ટુકડીઓએ દરોડા પાડયા હતા. આ દરોડા દરમિયાન બે ડઝન મોબાઈલ ફોન, જેહાદી દસ્તાવેજો, પાકિસ્તાની ઝંડા તેમજ સીમકાર્ડ, પાંચ મેમરી કાર્ડ, પાંચ પેન ડ્રાઈવ, વીવીધ આર્ટીકલ, હિઝબુલ મુઝાહિદ્દીનના પોસ્ટર તેમજ આતંકી ઝંડા મળી આવ્યા હતા.
એનઆઈએની ટુકડીઓ સો દરોડામાં જમ્મુ-કાશ્મીર પોલીસ, સીઆરપીએફ અને એનએસજીની ટુકડીઓ પણ જોડાઈ હતી.
આ દરોડામાં મેજિસ્ટ્રેટ અને તબીબોને પણ સો રાખવામાં આવ્યા હતા. વહેલી સવારી શરૂ થયેલું સર્ચ ઓપરેશન બપોર સુધી ચાલ્યું હતું. મેટલ ડિટેકટર અને ડ્રોન્સની મદદી તપાસ કરવામાં આવી હતી. તાજેતરમાં ડેનીસ ગુલામ લોન અને સોહેલ અહેમદ ભાટની ધરપકડ યા બાદ તેની તપાસના ભાગરૂપે આ દરોડા પડયા હતા.
અલ બદર દ્વારા તાજેતરમાં આતંકીઓની યેલી ભરતી મામલે પણ કેટલાક દસ્તાવેજો મળી આવ્યા હતા. તા.૬ જાન્યુઆરીના રોજ લશ્કર એ તોયબાના આતંકી મહોમદ નાવીદ શ્રીનગરની હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયા બાદ શ્રીનગરની જેલમાં આ ષડયંત્ર ઘડાયું હોવાની શંકાએ દરોડા પાડવામાં આવ્યા હતા.
અહીં ઉલ્લેખનીય છે કે, કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરીત આતંકી ગતિવિધિઓ બહોળા પ્રમાણમાં થઈ રહી છે. જેના ભાગરૂપે અવાર-નવાર પાકિસ્તાનના ઝંડા લહેરાવવામાં આવે છે. ઉપરાંત જેહાદી સામગ્રીને ખુલ્લેઆમ વહેંચવામાં આવે છે. આવા ષડયંત્ર મુખ્યત્વે જેલમાં ઘડાતા હોય છે. ત્યારે એનઆઈએના દરોડાી પ્રાપ્ત યેલો ડેટા અનેક આતંકી ષડયંત્રનો ઘટસ્ફોટ કરી શકે છે.