- કિશ્તવાડમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ
- ભૂકંપના કારણે જાનમાલના કોઈ નુકશાન નહિ
નેશનલ ન્યૂઝ : જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સોમવારે સવારે જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ વિસ્તારમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સવારે 6.36 કલાકે 3.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
લદ્દાખના કારગીલમાં ગતરોજ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટરે જણાવ્યું હતું કે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.2 માપવામાં આવી હતી. કેન્દ્રએ જણાવ્યું કે ભૂકંપ લગભગ રાત્રે 9.35 કલાકે આવ્યો હતો. ભૂકંપના આંચકાથી ગભરાયેલા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. હાલમાં જાનહાની કે જાન-માલના નુકસાન અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.
ભારત બાદ અફઘાનિસ્તાનમાં પણ ધરતી ધ્રૂજી હતી. સોમવારે મોડી રાત્રે અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ગઈ હતી અને તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.7 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આ ભૂકંપ અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં મંગળવારે બપોરે 12:10 વાગ્યે આવ્યો હતો.
જણાવવામાં આવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં લોકોએ આ ભૂકંપ સ્પષ્ટપણે અનુભવ્યો હતો અને લોકો ઘરની બહાર ભાગતા જોવા મળ્યા હતા. આ પહેલા સોમવારે રાત્રે જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની અસર મુખ્યત્વે લદ્દાખમાં જોવા મળી હતી અને થોડા સમય માટે અહીં પણ ધરતી ધ્રૂજતી રહી.
કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના કારગિલ જિલ્લામાં સોમવારે રાત્રે 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જો કે આના કારણે કોઈ નુકસાનના સમાચાર નથી. નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર, ભૂકંપ રાત્રે 9.35 વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્રબિંદુ કારગીલથી 148 કિમી ઉત્તર-પશ્ચિમમાં હતું.