જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સેનાએ એન્કાઉન્ટર દરમિયાન એક આતંકીને ઠાર કરી દીધો છે. મારવામાં આવેલા આતંકીની ઓળખ શબ્બીર અહમદ ડાર તરીકે કરવામાં આવી છે. જ્યારે હિજબુલ કમાન્ડર જહુર ઠોકર ફરાર થઈ ગયો છે. હજુ પણ અન્ય ચાર આતંકીઓ છુપાયા હોવાથી સિક્યુરિટી ફોર્સ દ્વારા તે વિસ્તાર કોર્ડન કરીને સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.
Pulwama: Encounter underway between terrorists and security forces in Babgund. More details awaited. #JammuAndKashmir (visuals deferred by unspecified time) pic.twitter.com/dNUR5spMNW
— ANI (@ANI) October 13, 2018
સૂત્રોના જણાવ્યા પ્રમાણે સેના, એસઓજી અને સીઆરપીએફની સંયુક્ત ટીમે જહુર ઠોકર અને અન્ય આતંકીઓને ઘેરીને ઓપરેશન શરૂ કર્યું હતું. જહુર હિજબુલનો કમાન્ડર છે. તે 2016માં ટેરીટોરિયલ આર્મીથી ભાગીને આતંકી બન્યો છે.
જહુર ઠોકર 173 ટેરીટોરિયલ આર્મીનો સભ્ય હતો અને 2016માં સર્વિસ રાયફલ સાથે ફરાર થઈ ગયો હતો.