જેના અન્ન ભેગા તેના મન ભેગા
2024-લોકસભા ચૂંટણીના પડઘમો વાગી રહ્યા છે ત્યારે ભાજપે કાર્યકરોમાં જુસ્સો વધારવા અને અત્યારથી જ માઇક્રો પ્લાનિંગમાં લાગી જવા દરેક નેતાઓને કામે લાગી જવા આદેશ આપ્યા છે ત્યારે જામકંડોરણા ખાતે પૂર્વ પ્રધાન અને ચાલુ ધારાસભ્ય જયેશભાઇ રાદડિયાએ જામકંડોરણા ગામ ખાતે આવેલ ગૌવંશ પાંજરાપોળમાં ગૌમાતાના સાંનિધ્યમાં જેતપુર વિધાનસભાના જામકંડોરણા મંડલના ભારતીય જનતા પક્ષના કર્મઠ કાર્યકર્તાઓ સાથે ટિફિન બેઠક યોજી કાર્યકરોને ઘરે-ઘરે પહોંચી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસલક્ષી કામોને માહિતગાર કરવા અને આગામી લોકસભામાં ભારતીય જનતા પક્ષનો હાથ મજબૂત કરવા સંગઠનને સાથે ખભ્ભે-ખભ્ભા મિલાવી યુવા ધારાસભ્ય જયેશભાઇ ગામડાં ખૂંદી રહ્યા છે.
ઠેક-ઠેકાણે કાર્યકર્તાઓ સાથે ટિફિન બેઠક યોજી રહ્યા છે. જયેશભાઇની સાથે ખભ્ભે-ખભ્ભા મિલાવી ગોવિંદભાઇ રાણપરિયા, વિઠ્ઠલભાઇ બોદર (માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન), ચંદુભાઇ ચૌહાણ (તાલુકા ભાજપ પ્રમુખ), સંજય બોદર (જામકંડોરણા માર્કેટીંગ યાર્ડ ચેરમેન), લીલાધર ભંડેરી, નાથાભાઇ બાલધા,હિરેન બાલધા, મોહન કથેરિયા, સુરેશ રાણપરિયા, ગૌતમ વ્યાસ, સિદ્વરાજસિંહ જાડેજા, મયંક વિરડીયા, વ્રજલાલ બાલધા અને આશિષ કોયાણી કામે લાગી ગયા છે.