આર.ટી.આઈ. એકિટવિસ્ટ અને ધારાસભા લડેલા શખ્સ સામે નોંધાતો ગુનો
જામકંડોરણા ખાતે ગઢની રાંગ પાસે રિવરફ્રન્ટમાં વરસાદી પાણીથી નુકશાન થયું હોવાથી કવરેજ કરવા ગયેલા પત્રકારને ભાજપના કેમ વખાણ કરે છે તેમ કહી આર.ટી.ાઅઈ. એકટીવિસ્ટે ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.વધુ વિગત મુજબ જામકંડોરણા ખાતે પટેલ ચોક નજીક પ્રવિણભાઈ જીવરાજભાઈ દોંગા નામના પત્રકારે જામકંડોરણા તાલુકાના આચવડ ગામે રહેતા જયુભા ચૌહાણે ધમકી આપ્યા ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ભારે વરસાદના કારણે રીવરફ્રન્ટને નુકશાન થયું હોવાથી પત્રકાર પ્રવિણભાઈ દોંગા રિપોટીંગ કરતા હતા ત્યારે આચવડ ગામના જયુભા ચૌહાણ નામના આરટીઆઈ એકિટીવીસ્ટે ભાજપના વખાણ કરે છે તેમ કહેતા પત્રકારે જણાવેલું કે ભાજપ સરકાર પગાર નથીઆપતી સત્ય હોય તે સમાચાર આપીએ છીએતેમ કહેતા જયુભા ચૌહાણ ઉશ્કેરાય જઈ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી જણાવ્યું હતુ.
જયુભા ચૌહાણ એનસીપીમાં હતા અને અપક્ષ તરીકે ધારાસભ્યની ચૂંટણી લડી ચૂકયા છે. પોલીસે જયુભા ચૌંહાર સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.