મોસમનો કુલ 21 ઇંચ વરસાદ
મોસમનો કુલ વરસાદ 21 ઇંચ થયો છે. જ્યારે જામકંડોરણામાં કાલે 4 ઇંચથી વધારે વરસાદ પડેલ હતો અને મોસમનો કુલ વરસાદ 528 મીમી થયેલ છે.
ધોરાજી સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ મનમૂકીને વરસ્યા છે. ત્યારે ધોરાજીમાં પણ જોરદાર વરસાદ પડેલ હતો. ભારે વરસાદના કારણે ધોરાજીના શ્રીનાથજી સોસાયટી વિસ્તારમાં હિતેશભાઇ રાબડીયાના ઘરમાં પાણી ઘુસી જતા આ અંગે તંત્રને જાણ કરાય હતી તેમજ અન્ય વિસ્તારોમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ તકે ભારે વરસાદને પગલે જામકંડોરણાના નિચાણવાળા વિસ્તારોમાં રહેણાંક મકાનોમાં પાણી ભરાયા હતા.
આ અંગેની ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાને જાણ થતા ઘટનાસ્થળે દોડીઆવેલ હતા અને તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા સુચનો કરેલ અને ખેડૂતોની જમીન ધોવાય ગઇ હોય તેવા કિસ્સામાં સર્વે કરવા સુચનો અપાયા હતા. ભારે વરસાદથી જામકંડોરણાથી ગોંડલ પુલનું કામ ચાલુ છે. ત્યાંનો ડાયવર્ઝન ધોવાય જતા વાહન વ્યવહાર બંધ થઇ ગયો હતો અને ધોરાજી-જામકંડોરણાને પીવાનું પાણી પુરૂં પાડતો ફોફળ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે અને તંત્ર દ્વારા નિચાણ વાળા વિસ્તારોમાં ન જવા જણાવેલ હતું.