- શાસ્ત્રી હિરેન ભટ્ટ દ્વારા સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવાશે
- ધારાસભ્ય જયેશ રાદડિયા તેમજ રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ પોથીજીના કર્યા દર્શન
જામકંડોરણામાં તા.9 તારીખથી 15 તારીખ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર આયોજન અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા વિપુલ બાલધા દ્વારા કરવામાં આવ્યું છે. આજથી શરૂ થતી ભાગવત કથામાં દરરોજ જુદા જુદા પ્રસંગો ધામધૂમથી ઉજવવામાં આવશે. જેમાં સોમવારે નૃસિંહ જન્મ, મંગળવારે વામન જન્મ, રામ જન્મ, કૃષ્ણ જન્મ, બુધવારે ગોવર્ધન લીલા, ગુરુવારે રૂક્ષ્મણી વિવાહ, શુક્રવારે સુદામા ચરિત્ર તેમજ રોજ રાત્રિના હાલારી રાસ, કૃષ્ણ લીલા, રાત ઉત્સવ, હાલારી રાસ રામામંડળ વગેરે જુદા જુદા કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તેમજ સૌને દર્શનનો લ્હાવો લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા તેમજ ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના મદદનીશ એવા વિપુલભાઈ બાલધા દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તા. 9 તારીખથી 15 તારીખ સુધી શ્રીમદ ભાગવત કથા નો લાહો લેવા જામકંડોરણા શહેરની દરેક ધર્મપ્રેમી જનતાએ ભાગવત કથાનો લ્હાવો અવશ્ય લેવો આજથી શરૂ થતી ભાગવત કથામાં દરરોજ જુદા જુદા પ્રસંગો ધામધૂમથી ઉજવવામાં આવશે ઉત્સવો ની યાદી સોમવારે નરસિંહ જન્મ મંગળવારે વામન જન્મ રામ જન્મ કૃષ્ણ જન્મ બુધવારે ગોવર્ધન લીલા ગુરુવારે રૂક્ષ્મણી વિવાહ શુક્રવારે સુદામા ચરિત્ર તેમજ રોજ રાત્રિના હાલારી રાસ કૃષ્ણ લીલા રાત ઉત્સવ હાલારી રાસ રામામંડળ વગેરે જુદા જુદા કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તો વિપુલભાઈ રાઠોડનો બાલધા દ્વારા તેમજ તેઓના પરિવાર દ્વારા દરેક ધર્મ પ્રેમી જનતાએ અલૌકિક પ્રસંગનો અવશ્ય લાભ લેવા પધારવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે કથાનું સ્થળ નગરનાકા પાસે ગણેશ મીલ ગ્રાઉન્ડ ખાતે રાખેલ છે.
પ્રવિણ દોંગા