ધોરાજી જામકંડોરણાથી ગોંડલ જવા માટે આવેલ રોડ પર ફોફળ નદી પર આવેલ પુલ ગયા વર્ષે ભારે પાણીમાં તૂટી ગયેલ હતો અને નવો પુલ બનાવાની કામગીરીમાં ડાયવર્ઝન બનાવેલ હતું અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ફોફણ નદીમાં પૂર આવતા તંત્ર દ્વારા ડાયવર્ઝન વાળો રસ્તો બંધ કરાયો છે અને જામકંડોરણાથી ધોરીઘાટ, સાજળીયાળી સહિતના ગ્રામ્ય વિસ્તારના લોકોને તકલીફ પડે છે.
બાદમાં પૂરના પાણી ઓછા થતા રસ્તો રીપેરીંગ કરી ફરી કાર્યરત કરાશે. જ્યારે ધોરાજી જામકંડોરણાને પીવાનું પાણી પુરૂં પાડતા ફોફળ ડેમમાં 2 ફૂટ કરતા વધારે નવા નીર આવ્યા હતા. ફોફળ ડેમની હાલની કુલ સપાટી 9 ફૂટ થઇ ગયેલ છે.