અબતક, ધર્મેન્દ્ર બાબરીયા, સાગર સોલંકી, ધોરાજી
જામકંડોરણામાં ભરવાડ સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું કોઈ અજાણ્યા શખ્સોએ ખોટી ટીકા ટિપ્પણી કરતો વિડીયો વાઈરલ કરી ભરવાડ સમાજની ધાર્મિક લાગણી દુભાઈ છે તે અંગે ની રજૂઆત કરવા આવી. આ આવેદનપત્રમાંથી મળતી માહિતી મુજબ ગુજરાતમાં શાન્તિ અને ભાઈચારો બની રહે તે માટે ભરવાડ સમાજ હંમેશાં તત્પર હોય છે છતાં ક્યારેક ક્યારેક અમુક ચોક્કસ લોકો સમાજમાં વિખવાદ કેમ ઊભો થાય તેવી હલકી માનસિકતા ધરાવતા હોય છે ત્યારે અમારાં ભરવાડ સમાજના પુજ્ય ધર્મગુરુ મહામંડલેશ્વર 1008 શ્રી ધનશ્યામપુરી બાપુના વિરુદ્ધમાં અપમાનજનક એનફેન બોલી અને સમાજમાં વિખવાદ ઊભા કરવાની હલકી કક્ષાની છાપ ઊભી કરી રહ્યા છે.
આ અંગેનો એક સોશ્યલ મીડિયામાં વિડીયો વાઈરલ કરવામા આવ્યો છે આ વિડીયામા કોઈ અજાણ્યા લોકોની મિટિંગમાં અજાણ્યો શખ્સ જણાવી રહ્યો છે કે જ્યારથી ભરવાડ સમાજ ના ધર્મગુરુ મહામંડલેશ્વર 1008 શ્રી ધનશ્યામપુરી બાપુ આવ્યાં છે ત્યારે થી સમાજમાં ચાલી રહેલી હોસ્ટેલ બંધ થઈ રહી છે. આવો વિડીયો ઉતારીને ભરવાડ સમાજ માં વિખવાદ ઊભા કરી ને મઝા લઈ રહ્યા છે તો આપને અમારી નમ્ર વિનંતી છે કે આવાં સમાજમાં વિગ્રહ ફેલાવનારા ભેજાબાજ તત્વો અને તેને સપોર્ટ કરતા અસામાજીક ઈસમો સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.