ટ્રકના ભાગીદારીના અડધા લાખની ઉઘરાણીમાં માર મારી જાતિ પ્રત્યે હડધુત કર્યા
અબતક, રાજકોટ
જામકંડોરણા તાલુકાના મોટા ભાદરા ગામે ભાગીદારીના અડધા લાખની ઉઘરાણીના મામલે પ્રૌઢને મારમારી જાતિપ્રત્યે અપમાનિત કર્યાની પિતા-પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામકંડોરણાના મોટા ભાદરા ગામના વતની અને હાલ શાપર-વેરાવળ ખાતે રહેતા રમેશભાઇ ઉકાભાઇ વેગડાએ ગામના જ અજીતસિંહ અમરસિંહ ડાભી અને કુલદીપ અજીતસિંહ ડાભીએ ઉઘરાણીના પ્રશ્ને મારમારી જાતિપ્રત્યે હડધુત કર્યાની ફરિયાદ જામકંડોરણા પોલીસ મથકમાં નોંધાવી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં રમેશભાઇ વેગડા અને અજીતસિંહ ડાભીએ ભાગીદારીમાં ટ્રકમાં વ્યવસાય કરતા રોષ જે ભાગીદારીના 50 હજાર રૂપિયા અજીતસિંહ ડાભીએ ઉઘરાણી કરતા જે અંગે બંને વચ્ચે થયેલી બોલાચાલીમાં ઉશ્કેરાયેલા અજીતસિંહ ડાભી અને તેનો પુત્ર કુલદીપે મારમારી અપશબ્દ કરી ધમકી આપ્યાની ફરિયાદમાં જણાવ્યું છે.
પોલીસે બંને શખ્સો સામે એટ્રોસીટી એક્ટ હેઠળ ગુંનો નોંધી વધુ તપાસ એસ.સી.એસ.ટી. સેલના ડીવાયએસપી મહર્ષિ રાવલ સહિતના સ્ટાફ ચલાવી રહ્યાં છે.