ત્રણ રાઉન્ડ ફાયરીંગ થયાની અફવા: પોલીસે ફાયરીંગની વાત નકારી
જામજોધપુર પંથકમાં પાટણ ગામ નજીક જિલ્લા પંચાયતના મહિલા સદસ્યના પતિદેવ પર માર્કેટીંગ યાર્ડના ચેરમેન સહિત શખ્સોએ પાઈપ અને ધોકા વડે હુમલો કરી કારમાં તોડફોડ કર્યાના બનાવના પગલે જામજોધપુર પંથકમાં સનસનાટી મચી જવા પામી હતી અને આ બનાવમાં છેક સાંજ સુધી ૩ રાઉન્ડ ફાયરીંગ થયાની અફવાનો ધોધ વહ્યો હતો. પણ અંતે પોલીસે ફાયરીંગ ન થયાનું કહેલું હતું.
બનાવની વિગત પ્રમાણે બુધવારે બપોરે ૨ કલાકે જિલ્લા પંચાયતના સદસ્યના પતિદેવ તેમજ કોંગ્રેસ અને કોળી સમાજના અગ્રણી ભરતભાઈ સુરેલા પર જામજોધપુર તાલુકાના પાટણ ગામ પાસે તેમની કાર આંતરી ભાજપ અગ્રણી અને માર્કેટીંગ યાર્ડના ચેરમેન દેવા ભીખાભાઈ પરમાર, તેમના ભાઈ રણમલ ભીમા, ડ્રાયવર રામદે ભીમા અને ત્રણ અજાણ્યા શખ્સો ભરતભાઈની કાર આંતરી કારમાં તોડફોડ કરી માથામાં ઈજા કરતા પંથકમાં રાજકીય સન્નાટો વ્યાપી ગયો છે. આ અંગે પોલીસે ગેરકાયદેસર મંડળી રચી માર મારવાનો ગુનો રજીસ્ટર કરેલ છે.
બનાવનું કારણ મુજબ ભરતભાઈ કોંગ્રેસ આગેવાન હોય અને જિલ્લા પંચાયતના સદસ્ય ભાજપના ભાવનાબેન સુરેલાના પતિ હોય અને કોળી સમાજના અગ્રણી આ વિસ્તારમાં કોઈ પોતાનો પ્રશ્ન હોય પાટણ તરફ ગયા હોય ત્યારે પાટણ વિસ્તાર ગયા હતા ત્યારે આરોપીએ કહેલ કે તારે આ વિસ્તારમાં આવવું નહીં અહીં હીરોગીરી કરવી નહીં નહિંતર જાનથી મારી નાખીશું તેમ કહી હુમલો કરેલ ત્યારે પોલીસ દ્વારા ફાયરીંગ થયાની વાતનું ખંડન કરી વાત નકારી કાઢી હતી.
જામજોધપુરના પાટણ પંથકમાં આવા બનાવો રાજકીય હુમલાઓ અનેકવાર બનતા હોવાનું ચર્ચાય છે. અનેકવાર તો પોલીસ ચોપડે પણ ન આવતા હોય ત્યારે ચર્ચાતી વિગત મુજબ અહીં અવારનવાર ડખ્ખા થયાનું કારણ આ વિસ્તારમાં લાઈમ સ્ટોન છે જયારે હાલ આ વિસ્તારમાં ખાનગી કંપનીમાં મોટા પ્રમાણમાં એનર્જી પ્લાન ચાલી રહ્યાં છે. જે કામો થાય છે તેમાં અનેક વિસ્તારોમાં દબાણો થાય છે અને વૃક્ષોના નિકંદન થાય છે પણ આ રજૂઆત તંત્ર દબાવી દે છે.