તાત્કાલીક પત્રકની કામગીરી કરવા ખેડુતોની માંગ
જામજોધપુર રેવન્યુ તલાટી મંત્રી દ્વારા પાણીપત્રક બનાવવાનો બહિષ્કાર કરતા ગુજરાતનાં ખેડુતો પરેશાન થયા છે. રાજય સરકારે ૨૦૧૦માં રેવન્યુ તલાટીની ભરતી કરી છે. ૪૦૦૦થી વધુ રેવન્યુ તલાટી છે પરંતુ મામલતદાર કચેરીએ કોઈ જાણ નથી સરકાર દ્વારા ટેકના ભાવે મગફળી ખરીદીની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે પાણીપત્રક એ રેવન્યુની કામગીરી ગણાય છતા પૂરૂ થતુ નથી આ રેવન્યુ તલાટીમંત્રીની પોસ્ટ ઉભી કરવાનો કોઈ મતલબ નથી તો તાત્કાલીક પણે પાણીપત્રક બનાવવામાં આવે તેવી ખેડુતો દ્વારા માંગ કરવામાં આવી છે.