જાણ હોવા છતાં ચીફ ઓફીસર શા માટે આંખ આડા કાન કરે છે? 

જામજોધપુર ન.પાલિકાના મહિલા પ્રમુખના પતિ પત્ની પ્રમુખ હોવા છતાં તમામ વહીવટ ચલાવતા હોવા અંગેની તંત્રને જાણ હોવા છતા શા માટે આંખ આડા કાન કરે છે? તેવા સવાલો ઉઠ્યા છે ? તાજેતરમાં કોંગ્રેસ દ્વારા પ્રમુખ કરીને જામ-જોધપુરના નબળા બનેલ રોડ રસ્તાનો વિરોધ કરતો જનરલબ ર્ડમાં નવતર કાર્યકામ કરી ભ્રષ્ટાચારનો આક્ષેપ કરેલ ત્યારે વિરોધ પક્ષના આક્ષેપો ફગાવી નગરપાલિકા પ્રમુખે વિરોધ પક્ષનું અપમાન જણાવેલ ત્યારે શું વિરોધ પક્ષે લોકશાહીમાં વિરોધ કરવોએ પ્રમુખનું અપમાન કહેવાય ત્યારે બુધ્ધીજીવી વર્ગમાં ચર્ચાતી વિગત મુજબ ભાજપના આ નગરપાલીકાના પ્રમુખ વિપક્ષના વિરોધને પ્રમુખનું અપમાન શબ્દ વાપરી લોકશાહીનું હનન કરવા પ્રયાસ કર્યો હોવાનું લાગી રહ્યું છે.

પ્રમુખ તરીકે મહિલા હોય જેમ ને આગળ કરી વિરોધ પક્ષે કરેલ વિરોધને સ્ત્રી જાતીનું અપમાન ગણાવ્યું તેવા આક્ષેપ વિરોધ પક્ષ વિરૂધ્ધ મહિલા પ્રમુખે કરતા બુધ્ધીજીવી વર્ગમાં આ બાબત ચર્ચાસ્પદ થઈ રહી છે. ત્યારે નગરપાલીકાની ગરીમાનું ન જાળવવાનું અપમાન તો નગરપાલીકા પ્રમુખના પતિ પોતે તેમના પત્ની પ્રમુખ હોય પણ પતિ આખો દિવસ નગરપાલીકાએ બેસી વહીવટ કરી રહ્યા છે. તે કેટલુ વ્યાજબી છે? મહિલા પ્રમુખ દ્વારા ચીફ ઓફીસરને પત્ર પાઠવી વિરોધ પક્ષ કોંગ્રેસના કોર્પોરેટર વિરૂધ્ધ પગલા લેવા લેખીત જણાવેલ ત્યારે નગરપાલીકાનું શાસન પ્રમુખને બદલે તેમના પતિ ચલાવે છે. ચીફ ઓફીસરની ઓફીસ સામેની ઓફીસમાં આખો દિવસ બેસી બીન અધિકૃત પ્રતિનિધિ તરીકે શાસન ચલાવતા હોય ચીફ ઓફીસર કેમ આંખ આડા કાન કરી રહ્યા છે. તેવો વેધક સવાલ ઉઠ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.