સેલ્સમેનના સ્વાંગમાં આવેલા ગઠિયાએ પાવડર વેચવાના બહાને બંનેને બેશુદ્ધ કરી સોનું લઈ ફરાર થઈ ગયો
જામજોધપુરમાં રામવાડી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં સેલ્સમેન ના નામે બે ગઠિયાઓ ઘુસ્યા હતા, અને કોઈ પાવડર શુંઘાડી ઘરમાં હાજર રહેલા સાસુ વહુ ને બેશુદ્ધ બનાવ્યા પછી બે લાખ રૂપિયાની કિંમતની સોનાના પાટલા લઈને છુમંતર થઈ ગયા નો મામલો સામે આવ્યો છે. જેને લઈને ભારે ચર્ચા જાગી છે.
બનાવની વિગત એવી છે કે જામજોધપુરમાં રામવાડી વિસ્તારમાં ઉંમાં રેસિડેન્સીના બ્લોક નંબર ૧૦૩ માં રહેતી અવનીબેન નામની એક મહિલા કે જે ૧૮મી તારીખે બપોરના સમયે પોતાના ઘેર હતી, જેની સાથે સાસુ હંસાબેન અને પુત્રી પલક પણ હાજર હતા. દરમિયાન બે સેલ્સમેનના શ્વાંગમાં અજાણ્યા શખ્સો પ્રવેશ્યા હતા, અને પોતે ચાંદીની મૂર્તિ, વાસણો વગેરે ના પાવડર વેચવાનું કામ કરે છે, અને પોતાની પાસેથી પાવડર ખરીદવો હોય તો લેવા માટે સાસુ વહુ ને જણાવ્યું હતું. પરંતુ તેઓએ સૌપ્રથમ ઇન્કાર કયી હતો.
પરંતુ એક પાઉડરનું પેકેટ ફ્રી છે તેમ જણાવી તેનું સેમ્પલ બતાવવાનો પ્રયાસ કયો હતો. દરમિયાન બંને શખ્સોએ પોતાનાહાથમાં રહેલી કોઈ પડીકીનું પેકેટ ખોલતાં સાસુ, વહુ અને તેની પુત્રી વગેરે મૂર્છિત થઈ ગયા હતા. જે દરમિયાન બંને શખ્સો સાસુ હંસાબેનના હાથમાંથી રૂપિયા બે લાખની કિંમતના પાટલા લઈને ગાયબ થઈ ગયા હતા.જેથી બંને ગાંઠીયા ચોરી ગયાનું અનુમાન લગાવાયું છે.
દરમિયાન અવનિબેનના પતિ ઘેર આવી ગયા હતા, અને આ મામલે જામજોધપુર પોલીસ મથકમાં અરજી કરાઈ છે. જોકે આજે આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવાઈ ન હતી. પોલીસ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે .