વધુ એક ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જામજોધપુરમાં કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે. MLA ચિરાગ કાલરીયાને સારવાર માટે રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં આવ્યાં છે.
તેઓ ચૂંટણી દરમિયાન મતદાન કરવા પણ ગયા હતા. જેથી આરોગ્ય વિભાગે કોન્ટેક્ટ હિસ્ટ્રી તપાસી તેના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની કામગીરી હાથ ધરી છે.રાજકોટમાં બુધવારે એક સાથે 12 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
જેમાં રાજકોટ શહેર અને જિલ્લામાં 11 અને એક દર્દી અન્ય જિલ્લાના છે. રાજકોટમાં દર્દીઓની સંખ્યા 207 પર પહોંચી ગઇ છે. બીજી તરફ સાત દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.