ચોખાના 301 કટ્ટા અને ટ્રક મળી રૂા.7.25 લાખનો મુદ્ામાલ જપ્ત કરાયો હતો
જામજોધપુરના કોટડાબાવીસી ગામ પાસે વ્રજ ફૂડ પ્રોડક્ટસના ગોડાઉનમાં વાજબી ભાવની દુકાનનો શંકાસ્પદ જથ્થો ઉતરતો હોવાની પોલીસ વિભાગ દ્વારા મામલતદારને જાણ કરવામાં આવી હતી. મામલતદારે આકસ્મિક તપાસણી કરવામાં આવતા વ્રજ ફૂડ પ્રોડક્ટસ નામની દુકાન ગોડાઉન ખાતેથી ચોખાના 50 કિ.ગ્રા.ના એક એવા કુલ-301 કટ્ટાઓ જેનો કુલ ચોખાનો જથ્થો તેમજ ટાટા કંપનીના ટ્રક નંબર જી.જે.04એ. ડબલ્યુ-1891 મળી કુલ રૂા.7,25,000/-નો જથ્થો સ્થગિત કરવામાં આવ્યો છે.
આ જથ્થો જે કારખાનામાં ઉતરતો હતો તેમના જ સગાભાઇમાં રેશનીંગ દુકાન જે કઠલાલ ગામે આવેલ છે તેમનું જણાવ્યું તારે શું નાના એવા કડવાલ ગામે ચોખાનો આટલી બધી માત્રામાં ફાળવણી હોઇ શકે? તેવો સ્વાત ઉઠવા પામેલ છે અથવા તો ઘણા સમય થયા આ જથ્થો ગ્રાહકોને અપાતો નહીં હોય ત્યારે સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર આ પ્રકરણમાં મોટા માથાને બચાવવા સ્થાનિક અધિકારી દ્વારા હિન પ્રયાસો થઇ રહ્યા છે.
જામજોધપુર ભાણવડ પંથકનું રેશનીંગનો જથ્થો બારોબાર વહેંચવાનું મસમોટું કૌભાંડ બહાર આવે તપાસણી દરમ્યાન ડ્રાઇવરના નિવેદન મુજબ તેઓ દ્વારા કડબાલ ગામની વ્યાજબી ભાવની દુકાન ખાતેથી ચોખાનો જથ્થો ભરવામાં આવેલ હોવાનું જણાવેલું. જે અન્વયે જિલ્લા પૂરવઠા અધિકારી અને પુરવઠા નિરીક્ષકોની ટીમ સાથે આસી.ડાયરેક્ટર ગાંધીનગરની ટીમ તથા મામલતદાર, જામજોધપુર અને ટીમ દ્વારા વિશેષ તપાસણી અર્થે કડબાલ ગામના વ્યાજબી ભાવના દુકાનદાર ભાયાભાઇ જીવાભાઇ બેલાની દુકાનની તપાસણી કરવામાં આવી હતી અને તપાસણીમાં જણાયેલી ગેરરીતીઓ બદલ દુકાને હાજર કુલ રૂા.1,27,184ની કિંમતનો તમામ જથ્થો સ્થગિત કરવામાં આવેલો છે.
તેમજ આ અંગે એફ.પી.એસ. દુકાનદારનો પરવાનો મોકૂફ કરવા, પોલીસ ફરિયાદ દાખલ કરવા તેમજ ગેરકાયદેસર ઉતરેલા જથ્થાની વિસ્તૃત તપાસ શરૂ હોય, આ પ્રકરણમાં સંડોવાયેલા તથા ગુન્હાહિત પ્રવૃતિઓ આચરનાર તમામ ઇસમો સામે સખ્ત પગલાં લેવા અંગેની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.
તેમજ આગામી સમયમાં પણ આ પ્રકારની ગેરકાયદે પ્રવૃતિ કરતા સસ્તા અનાજના પરવાનેદારો વિરૂદ્વ સખત કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે ત્યારે આ બાબતે કડબાલના સસ્તા અનાજના દુકાન વેપારી ડાયાભાઇ બેલા અને તેમના સગાભાઇ વિરમભાઇ બેલા કે જેમને કોટડા બાવીસી મુકામે જેમને ફૂડ પ્રોસિંગનું કારમાનું છે તેમને ચોખાનો જથ્થો પીલવા આપ્યો જેમના ઉપર ધોરણસર કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ અપાયા છે.