જીલ્લા ટોબેકો કંટ્રોલ સેલે તમાકુથી થતાં ભયાનક રોગની માહિતી આપી: ૧૮ વર્ષથી નીચેનાઓને તમાકુ કે તેની બનાવટની વસ્તુઓ નહિ વેચવાના બોર્ડ લાગવવાનું સુચના
જામજોધપુર શહેરમાં ટોબેકો કંટ્રોલ સેલ જામનગર દ્વારા તમાકુ નિયંત્રણ અધિનિયમ ૨૦૦૩ ના અસરકારક અમલીકરણ માટે તેમજ તમાકુથી થતા કેન્સર જેવા ભયાનક રોગ સામે નિયંત્રણ આવે તેવા ઉદ્દેશ અને જનજાગૃતિ અભિયાન અન્વયે થયેલ જોગવાઇ મુજબ જાહેર સ્થળોએ ધ્રુમપાન પર પ્રતિબંધ તેમજ પાન મસાલાની દુકાનમાં ૧૮ વર્ષથી નીચેની વયની વ્યકિતને તમાકુ કે તમાકુની બનાવટ વેચાણ પર પ્રતિબંધ અંગેનો બોર્ડ દુકાનમાં હોવો જોઇએ. તેનો ભંગ કરેલ હોય તેવા ૧૬ કેસો કરવામાં આવ્યા હતા.
શૈક્ષણિક સંસ્થામાંની આસપાસના ૧૦૦ વારના વિસ્તારમાં તમાકુ કે તમાકુની બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ છે. તે અંગે પણ જાણકારી આપવામાં આવી હતી. લોકોમાં જનજાગૃતિ આવે અને તમાકુને કારણે થતા કેન્સર જેવા ભયાનક રોગથી આવનારી પેઢીને બચાવી શકાય તેવા આશયથી જીલ્લા ટોબેકો સેલ જામનગરની ટીમ નઝમાબેન હાલા, ગૌતમભાઇ સોંદરવા, તાલુકા કક્ષાએથી ડી.બી. અપારનાથી (ટી.એચ.એસ) ઉમંગ ઉડવીયર, તેમજ પોલીસ કોન્સ્ટેબલ સુનીલભાઇ ડાભી તથા દીલીપભાઇ બેરા ટીમ સાથે રહ્યા હતા. દરેક પાન ગલ્લાની દુકાનદારોને અહી અઢાર વર્ષથી નીચે ની વયના વ્યકિતને તમાકુ કે તમાકાની બનાવટની વસ્તુઓ વેંચવામાં આવતી નથી તેવું બોર્ડ લગાવવા જાણ કરવામાં આવી હતી.