જામનગર સમાચાર
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના જામ-શખપુર ગામમાં એક વાડીની ઓરડીમા ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની બાતમીના આધારે જામજોધપુર પોલીસે દરોડો પાડી ૧૬૨૦ નંગ દારૂની બોટલનો માતબર જથ્થો પકડી પાડ્યો છે, ઓરડીમાં ચોરખાનું બનાવી ભોયતળિયામાં દારૂ સંતાડેલી અવસ્થામાં મળી આવ્યો હતો. જો કે આરોપી દરોડા સમયે હાજર મળી આવ્યો ન હતો. સમગ્ર મામલે જામજોધપુર પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ દરોડાની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના જામ-સખપૂર ગામમાં જીતેન્દ્ર ગોકળભાઇ મારવાણીયાની વાડી આરોપી રાજુ નારણભાઈ મોરીએ ભાગમાં વાવેતર માટે રાખી છે.જે વાડીનાં મકાનમાં ઇંગલિશ દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો છે, અને તેનું ખાનગીમાં વેચાણ થઈ રહ્યું છે, તેવી ચોક્કસ બાતમીના આધારે જામજોધપુર નાં પોલીસ ઇન્સ. વાય જે વાઘેલા અને સ્ટાફે આજે વહેલી સવારે જામ-સખપુર ગામમાં પહોંચી જઇ દરોડો પાડયો હતો.સૌપ્રથમ ઓરડીમાં કશું જણાયું ન હતું, પરંતુ એક જગ્યાએ માટીનો ઢગલો હતો, જે હટાવીને ચેક કરતાં પ્લાસ્ટિકનું ઢાંકણ જોવા મળ્યું હતું. જેમાં ચોરખાનું હતું.
તે ખોલીને જોતાં અંદર ભોય તળિયું બનાવેલું હતું, અને સીડી મુકેલી હતી. જે સીડી વાટે અંદર ઉતરીને ચેક કરતાં દારૂ ના બોક્ષ જોવા મળ્યા હતા. જે ૧૩૫ બોક્ષ માંથી ઇંગ્લિશ દારૂ ની ૧૬૨૦ નંગ બોટલ નો માતબર જથ્થો મળી આવ્યો હતો.આથી પોલીસ દ્વારા રૂ.૮ લાખ ૧૦ હજાર ની કિંમત નો દારૂ નો જથ્થો કબજે કરી લેવા મા આવ્યો હતો. જયારે આરોપી રાજૂ નારણભાઈ મોરી હાજર મળી આવ્યો ન હતો. આથી પોલીસ દ્વારા આરોપી રાજુ મોરી ઉપરાંત દારૂ સપ્લાય કરનાર વગેરે ની શોધ ખોળ ચલાવવામાં આવી રહી છે.
આ કાર્યવાહી જામજોધપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર વાય.જે.વાઘેલા સાહેબ તથા પોલીસ હેડ કોન્સ પી.પી.જાડેજા તથા પોલીસ હેડ કોન્સ વી.પી.જાડેજા પો.કોન્સ દીલીપસિંહ વાઘુભા જાડેજા તથા પો.કોન્સ. માનસંગભાઇ રવજીભાઇ ઝાપડીયા તથા પો.કોન્સ ભગીરથસિંહ મયુરસિંહ જાડેજા તથા પો.કોન્સ. મેઘરાજસિંહ જયદેવસિંહ જાડેજા તથા પો.કોન્સ. મનહરસિંહ નરેન્દ્રસિંહ જાડેજા વગેરે દ્વારા કરેલ છે.