જમીયત ઉલ્માએ હીન્દ ગુજરાત એ રાજુલા ને સેન્ટ્રલ બનાવી વાવાઝોડા પીડિતો ના મકાનો ના છાપરા બનાવવા ની કામગીરી હાથ ધરી
ગુજરાત જમીયત ઉલ્માએ હીન્દ ના પ્રમુખ મૌલાના મો.રફીક મઝાહીરી (બરોડવી), જનરલ સેક્રેટરી પ્રોફેસર નિસાર એહમદ અન્સારી ના દિશા નિર્દેશ મુજબ ગુજરાત અને સૌરાષ્ટ્ર જુનાગઢ જિલ્લા જમીયત તાત્કાલિક અસરથી ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોમાં થયેલ તબાહી ના સર્વેની કામગીરી હાથ ધરી દીધી હતી. જેમાં કોડીનાર, ઉના, નવા બંદર, દેલવાડા, જાફરાબાદ, મહુવા અને રાજુલા મા મોટા પ્રમાણમાં તબાહી જોવા મળી છે. આ તમામ વિસ્તારોમાં સૌથી વધુ અમરેલી જિલ્લાના રાજુલા મા મોટા પ્રમાણમાં મકાનો અને દુકાનોમાં નુકસાન થયું છે. રાજુલા તાલુકા ગામડાઓ પણ ભારે તરાજી નો ભોગ બન્યા છે. આ તમામ વિસ્તારોમાં ગુજરાત જમીયત ઉલ્માએ હીન્દ, કચ્છ, અંજાર, જુનાગઢ જિલ્લા જમીયત અને સ્થાનિક જમીયત દ્વારા રાશનકીટ સહિત ની ખાદ્ય સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે. આ સાથે માંગરોળ, જુનાગઢ, વેરાવળ, કોડીનાર, ભાવનગર સહિત અનેક વિસ્તારોમાં થી અઢળક સેવાભાવી સમાજો અને સંસ્થાઓ દ્વારા રાશનકીટ અને ફૂડ પેકેટ નું પુષ્કળ પ્રમાણમાં વિતરણ થઈ રહ્યું છે. જેના પરિણામે પીડિતોએ ખાણી પીણી બાબતે રાહત મેળવી છે. તદ્ઉપરાંત સ્થાનિકો દ્વારા ચારે બાજુ જનરેટર ચાલુ કરી દેતા મહદઅંશે પાણી ની સમસ્યામાં પણ રાહત મળી રહી છે.
આ તમામ સમસ્યાઓ મા સૌથી મોટી સમસ્યા છે લોકોને રહેવા માટે ના મકાનો. આ વિસ્તારમાં હજારો મકાનો ના છાપરા ઉડી ગયા છે તો અનેક મકાનો ધરાશાયી થયા છે. હજારો ગરીબ લોકો અત્યારે પણ પોતાના નાના બાળકો સાથે છત વિનાના મકાનો મા પીડાતા જોવા મળે છે. જેમા રાજુલાનો *મફતપરા* વિસ્તાર કે જ્યાં અતિગરીબ લોકો રહે છે ત્યાં 95 ટકા મકાનો ના નળીયા અને છાપરા ઉડી ગયા છે.જેના કારણે તેઓ છત્તે અનાજે ખાવું બનાવવું પણ મુશ્કેલ બની રહ્યું છે. બીડી કામદાર, તવકકલ નગર, ડોળી નો પટ, રહેમતનગર જેવા અનેક વિસ્તારોમાં પણ મકાનો ના છાપરા ઉડી ગયા છે. રાજુલા તાલુકા ના અનેક ગામડાઓમાં પણ તબાહી થઈ છે.
ચોમાસું માથે હોય વરસાદ ગમે ત્યારે આવી શકે તેવા વાતાવરણ મા ગુજરાત જમીયત ઉલ્માએ હીન્દે લોકોની આ સમસ્યા ને અગ્રીમતા આપી હાલ રાજુલા ને સેન્ટ્રલ બનાવી હંગામી ધોરણે ગરીબ પીડિત લોકોને કોઈ પણ ધર્મ જાતના ભેદભાવ વગર નળીયા અને સિમેન્ટ ના પતરા આપી તાત્કાલિક રીતે રહેવા લાયક આસરો કરવા કામગીરી ચાલુ કરી દીધી છે.
મંગળવારે જમીયત ની આ ટીમે રાજુલા ના મફતપરા મા અને રહેમતનગર મા 3 ગાડી (42હજાર) નળીયા ઉતારી કરેલા સર્વે મુજબ જરૂરતમંદોને નળીયા વિતરણ કરવામાં આવી રહ્યા છે. અને જરૂરીયાત મુજબ વાસનાં બાંબુ પણ આપવામાં આવે છે.
જમીયતે સિમેન્ટના પતરા ની પણ વ્યવસ્થા ચાલુ કરી દીધી છે. આજે અમદાવાદ થી એક ગાડી રવાના થઈ ચુકી છે. જુનાગઢ જિલ્લા જમીયત અને ગુજરાત જમીયત સાથે રહી પતરા ની વ્યવસ્થા કરવામાં કામે લાગી ગઈ છે. હાલ પતરા મા કાળાબજારી હોવા છતાં જમીયત પોતાના રૂઆબથી ડાયરેક્ટ કંપની માથી ઉચ્ચ ગુણવત્તા વાળા પતરા ની ખરીદી કરી પીડિતો ને પહોચાડવા કમરકસી છે. આ સેવા યજ્ઞમાં જમીયત નો હાથ બટાવવા માંગરોળમાં થી સખી દાતાઓ એ પહેલ કરી છે.તૌકતે વાવાઝોડા એ સૌરાષ્ટ્રના વેરાવળ થી મહુવા સુધી લગભગ 200 કિલોમીટર ના વિસ્તારને તબાહ કરી દીધો છે. ત્યારે આટલા મોટા વિસ્તારમાં જેટલી ગૠઘ, સંસ્થા કે સમાજ સેવામાં આવે ઓછી છે. આટલા મોટા વિસ્તારોમાં જમીયત ઉલ્માએ હીન્દ માનવતા ના નાતે પિડીતો ની વહારે ઉતરી છે. ત્યારે તમામ ખેર હજરાત થી ગુજારિશ કે આવા માનવ સેવા ના કામમાં જમીયત નો હાથ બટાવવા આગળ આવે. આ માટે ગુજરાત જમીયત ખાનપુર ઓફીસ તેમજ સૌરાષ્ટ્ર જુનાગઢ જમીયત માંગરોળ ઓફીસ અથવા જમીયત ના જીમ્મેદાર નો સંપર્ક કરે.