શહેરના સમસ્ત જૈન સમાજ માટે આયોજીત જૈનમ નવરાત્રી મહોત્સવમાં ચોથા નવલા નોરતાને ખેલૈયાઓએ મનભરીને માણ્યો હતો. જાણીતા સંગીતકર પંકજભાઈ ભટ્ટના ઓરકેસ્ટ્રાના સંગાથે અને સુપ્રસિધ્ધ ગાયકોના સુરે ખેલૈયાઓ ઝુમ્યા હતા. દરેક ખેલૈયાઓ વિજેતા બનવા માટે ટ્રેડિશ્નલ પોશાક, ઓર્નામેન્ટસ વગેરેમાં ખાસ ધ્યાન રાખી સજજ થઈ ગરબે રમવા આવે છે. એકથી એક ચડિયાતા પોશાકમાં આવતા ખેલૈયાઓને સિલેકટ કરવામાં પણ જજને બારીકાઈથી નિર્ણય લેવો પડે છે. જૈનમ દ્વારા અર્વાચીન રાસોત્સવનું ખૂબજ સુંદર આયોજન કરાયું છે. જે માટે ભવ્ય પાર્કિંગ, વિશાળ ગ્રાઉન્ડ, ચુસ્ત સીકયોરીટી, બાઉન્સર વગેરેની વ્યવસ્થા જાળવવામાં આવી રહી છે. રાસોત્સવમાં ગરબે રમવા આવતા વિવિધ ગ્રુપ કોઈને કોઈ અલગ થીમ સાથે આવે છે. જે સૌકોઈને આકર્ષિત કરે છે. જૈનમ નવરાત્રીમાં ખેલૈયાઓનો ઉત્સાહ દિવસે ને દિવસે વધી રહ્યો છે.
જૈનમ મહોત્સવ રાજકોટનું વન ઓફ ધ બેસ્ટ આયોજન: પરેશભાઇ ગજેરા
રાજકોટ બીલ્ડર એસોસીએશનના પ્રમુખ પરેશભાઇ ગજેરાએ અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે અમે રાજકોટ બિલ્ડર એસોસીએશનના આખા પરિવાર સાથે અમે જૈનમ નવરાત્રીમાં આવ્યા છીએ અહિંયા ખુબ જ પારિવારિક વાતાવરણ છે અને અમે બધા અહિયા ખુબ જ આનંદ ઉઠાવી રહ્યા છીએ. રાજકોટનું વન ઓફ ધ બેસ્ટ આયોજન કરી શકાય તેવું આ આયોજન છે હું તમામ આયોજકોને ખુબ ખુબ અભિનંદન પાઠવું છે.
જૈનમ નવરાત્રી મહોત્સવની જૈનોમાં એકતા વધી છે: જયોતિન્દ્રભાઇ મહેતા
ગુજરાતના સહકારી બેન્કીંગ ક્ષેત્રના આગેવાન જયોતિન્દ્રભાઇ મહેતાએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, આ એક એવો પ્રસંગ છે જેનાથી જૈનોમાં એકતા વધે છે બધા પરિવારો સાથે મળીને આવે છે અને રમે છ તેમાં પણ ખાસ કરીને દેશભકિતની થીમો પણ ચાલે છે તે ખુબ જ સુંદર છે. આ છોકરાઓ બધા આગળ વધે અને એક જૈન ધર્મના નાતે સામાજીક કાર્ય પણ કરે માટે આ એક સારો પ્રસંગ છે.
જૈન યુવક-યુવતિઓની કલાને બહાર લાવવાની આ ઉત્તમ તક: નલીનભાઇ વ્યાસ
રાજકોટ નાગરીક સહકારી બેંકના ચેરમેન નલીનભાઇ વસાએ અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે ખુબ જ સરસ આયોજન છે અને ખાસ તો જૈનો માટે એક પ્લેટફોર્મ પુરુ પાડયું છે. તે બદલ આયોજકોને અભિનંદન પાઠવું છું. દરેક સમાજ જો આવા આયોજન કરે તો દરેક સમાજના યુવક-યુવતિઓની કલાને બહાર લાવવાની એક તક મળે અને આપણે આપણા ધર્મનું પણ રક્ષણ કરી શકીએ.
સોની સમાજને આમંત્રીત કરીને આરતી ઉતારવાનો લ્હાવો અપાયો તે અહોભાગ્ય: સોની આગેવાનો
જૈનમ નવરાત્રીમાં ચોથા નોરતે આરતી કરવા આમંત્રીત કરાયેલા સોની સમાજના આગેવાન દિનુમામાએ જણાવ્યું હતુ કે જૈનમ પરિવારે અમને આમંત્રણ પાઠવ્યું તે બદલ જૈનમ પરિવારનો ખૂબ ખૂબ આભાર જૈનમ રાસોત્સવનું આયોજન ખૂબજ સુંદર છે. સોની સમાજના આગેવાન જગદીશભાઈ રાણપરાએ જણાવ્યું હતુ જૈનમનું આ આયોજન ખૂબજ સરસ અને વ્યવસ્થિત રમવા આવનાર ખેલૈયાઓ અહીયા પૂરેપૂરો આનંદ માણે છે. દર વર્ષે જૈનમ દ્વારા આયોજન થાય છે. અને અમને બોલાવીને ખૂબજ માન સન્માન આપે છે. તે બદલ જૈનમનો અમે આભાર માનીએ છીએ આવાને આવા કાર્યકમોનું આયોજન કરતા રહે તેવી શુભકામનાઓ છે. સોની સમાજના આગેવાન અને વોર્હ નં.૧૪ના કોર્પોરેટર વર્ષાબેન રાણપરાએ જણાવ્યું હતુ કે આજના આ કાર્યક્રમ અમને ખૂબ પસંદ આવ્યો છે. અમે એક વર્ષથી જૈનમના નવરાત્રી મહોત્સવની રાહ જોય રહ્યા હતા જૈનમ નવરાત્રી મહોત્સવની આરતીનો લાભ લેવા માટે જે અમને લાભ મળ્યો છે અમારા અહોભાગ્ય છે ખૂબજ ભવ્ય આયોજન છે. વ્યવસ્થા ખૂબજ સારી છે. અને ખેલૈયાઓ મનમૂકીને રમે છે.
જૈનમનો પારિવારીક માહોલ જૈનોની તાકાત પરચા સમાન: મનીષભાઈ દોશી
જૈન સંસ્થાના સૌરાષ્ટ્ર રીજીયન ચેરમેન મનીષભાઈ દોશીએ અબતકને મુલાકાતમાં જણાવ્યું હતુ કે જૈનમમાં ત્રીજા દિવસના રાસ ગરબા હરીફાઈમાં હુ ઉપસ્થિત રહ્યો છું ત્યારે આ રાસોત્સવમાં ખેલૈયાઓ ખુબજ ઉમંગ ઉત્સાહથી રમી રહ્યા છે. અહી જે એક પારિવારીક માહોલ જોવા મળે છે. તે જૈનોની તાકાતનો પરચો આપે છે. આ સારા આયોજન બદલ જૈનમ ગ્રુપને ખૂબ ખૂબ અભિનંદન
જૈનમનું આયોજન અમારા યુવી કલબના આયોજન કરતા પણ શ્રેષ્ઠ: સમીરભાઇ કાલરીયા
જૈનમ નવરાત્રિ મહોત્સવમાં આમંત્રિત મહેમાન તરીકે ઉ૫સ્થિત કડવા પાટીદાર આગેવાન અને અગ્રણી બિલ્ડર સમીરભાઇકાલરીયાએ જણાવ્યું હતું કે જૈનમ ગ્રુપના કાર્યક્રરોની જે ૧૦૮ ની ટીમ છે તે લોકોએ ખુબ જ સરસ આયોજન કરેલું છે. હું યુવી ગ્રુપમાં હતો મને એમ હતું કે યુવી ગ્રુપ બેસ્ટ છે પણ જૈનમનું આયોજન જોઇને એમ થયું કે આ આયોજન તો બેસ્ટ આયોજન છે અમે આજે જૈનમ ગ્રુપના મહેમાન બન્યા છીએ. ત્યારે અમને ઘણો આનંદ થાય છે અને ખાસ તો જે વંદેમાતરમ ગ્રુપના ડ્રેસીંગ બહુ જ પસંદ પડયા જેને ચાર ચાદ લગાવી દીધા છે. સમીરભાઇ સાથે અમિતભાઇ ત્રાંબડીયા, વિજયભાઇ ડઢાણીયા સહીતના કડવા પાટીદાર આગેવાનો ઉ૫સ્થિત રહ્યા હતા.