પાકિસ્તાન બાદ દેશમાં રહેલા ગદારોનો વારો

કાશ્મીરમાં સમયાંતરે આતંકવાદી હુમલા કરતા આતંકવાદી સંગઠ્ઠનોના પીઓકેમાં આવેલા ટ્રેનીંગ કોમ્પોનો સફાયો કરવા કેન્દ્ર સરકારે તાજેતરમાં એર સ્ટ્રાઇક કરી હતી.

જે બાદ, આ આતંકવાદી સંગઠ્ઠનોને પ્રોત્સાહન આપતા પાકિસ્તાનને દુનિયા સામે ખુલ્લુ પાડયા બાદ મોદી સરકારે હવે દેશમાં રહેલા ગદ્દારોનો વારો લેવાનો નિર્ણૈય કર્યો છે. જેના ભાગરુપે કેન્દ્ર દ્વારા તાજેતરમાં ગેરકાયદેસર જાહેર કરાયેલા વિવાદાસ્પદ  સામાજીક, ધાર્મિક સંગઠન જમાતે ઇસ્લામીના કાર્યકરોની અટકાયત કરવાનો જમ્મુ-કાશ્મીર સરકારે હુકમ કર્યો છે.

જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન ચાલી રહ્યું છે. ત્યારે કેન્દ્ર સરકારના પ્રતિનિધિ એવા રાજયપાલ સત્યપાલ મલિકે આ હુકમ જાહેર કરીને જમ્મુ-કાશ્મીરના તમામ બાવીસ જીલ્લાઓના આઇજી અને જીલ્લા મેજીસ્ટ્રેટોને આ અંગેની સત્તા આપી હતી. આ સત્તા મળતા જ જમ્મુ-કાશ્મીર પોલીસ જમાતે-ઇસ્લામીના કાર્યકરોને પકડવા તુટી પડી હતી અને એક જ દિવસમાં ૩પ૦ થી વધારે કાર્યકરોની ધરપકડ કરી હતી.

આ હુકમમાં જમાત દ્વારા ચલાવવામાં આવતા ૪૦૦ મદ્દેસાઓ, ૩પ૦ મસ્જિદો અને ૧૦૦૦ સેમીનારીઓ સામે પણ તપાસ હાથ ધરીને જેને બંધ કરાવીને તેની મીલ્કતને જપ્ત કરાવવાનું જણાવાયું છે.

જમાત પર પોલીસ તંત્રએ કરેલી તપાસ અને કાર્યવાહીની વિગતો જીલ્લા મેજીસ્ટ્રેટને આપવાની રહેશે. જે બાદ તપાસના રીપોર્ટના આધારે નકકી કરવામાં આવશે કે જમાતની આ મિલ્કતો કાનુની છે કે ગેરકાયદેરસ, પરંતુ એક અંદાજ મુજબ રાજયમાં જમાતની ૪૫૦૦ કરોડ રૂ. ની વધારેની સંપતિ છે. કેટલાક જીલ્લાઓના સરકારી અધિકારીઓએ આ અંગે જણાવ્યું હતું કે આ ભૌતિક સંપતિઓ કરોડો રૂપિયાની છે.

પરંતુ, આવી મિલ્કતોની યોગ્ય  તપાસ બાદ ગેરકાયદેસર ઠરશે તો જ જપ્ત કરવામાં આવશે જયારે, જમાતેના સભ્યોની થયેલી ધરપડક ગેરકાનુની પ્રવૃતિઓ નિવારણ અધિનિયમ ૧૯૬૭ હેઠળ કરવામાં આવી છે.

સરકારી સુત્રોએ જણાવ્યું હતું કે જમાતે-ઇસ્લામીના આ સભ્યોને જાહેર સલામતી અધિનિયમ અથવા કલમ ૧૫૧ હેઠળ ગુન્હો દાખલ કરાવી શકાય છે. આવા સભ્યોને તુરંત જામીન ના મળે અને જામીન પર છુટેલા સભ્યોને ફરીથી બીજી કલમો હેઠળ પકડી શકાય તે માટેના પ્રયત્નો કરવામાં આવશે. તે માટે જરૂરી પુરાવા મેળવવા પોલીસ તંત્રને સુચના અપાઇ છે. ઉલ્લેખનીય છે કે જમાતે ઇસ્લામી લાંબા સમયની ભારતથી કાશ્મીરને છુટા પાડીને પાકિસ્તાન સાથે જોડવાની હિમાયત કરી રહ્યું છે. આ સંગઠ્ઠને દેશ-વિદેશમાંથી લોકો પાસેથી ધર્મના નામે મેળવેલા દાનની મદદથી રાજયમાં અબજો રૂ.ની સંપતિ ઉભી કરી છે.

જો કે રાજય વહીવટી તંત્ર દ્વારા જમાતે- ઇસ્લામીના બેન્ક ખાતાઓ અને બેન્ક ડીપોઝીટ અંગેની કોઇપણ વિગતો આપવાનો ઇન્કાર કરી દેવામાં આવ્યો છે. જયારે જમાતના જે નેતાઓની ધરપકડ કરાય છે. જેમાં અબ્દુલ હમીમ ફયઝ, ઝહીદ અલી, મુહાસિર અમહદ, ગુલાબ કાદીર મુખ્ય છે. આ પકડાયેલા નેતાઓને ટ્રાલ, અનંતનાગ અને બડગામમાંથી ધરપકડ કરવામાં આવી છે. મોદી સરકારની આ કાર્યવાહીથી દેશના ગદ્દારોમાં ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.