હું CID ક્રાઈમ બ્રાંચનો પોલીસ છું કહીને વૃદ્ધના દાગીના ઉતરાવી લીધા
આસપાસના CCTV ફૂટેજ આધારે અસલી પોલીસ તપાસમાં લાગી
‘હું સીઆઈડી ક્રાઈમ બ્રાંચનો પોલીસ છું. અહીં ચોરીઓ બહું થાય છે. હું ચેકિંગમાં છું, તમો કેમ આટલાં બધા દાગીના પહેરીને ફરો છો’ દાગીના ઉતરાવી ગઠીયો ધોળે દિવસે ફરાર થઈ ગયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ આદરી છે.
જમાલપોર ગામે કૈલાશપાર્ક સોસાયટીમાં રહેતા ગુલાબરાવ શ્રવણભાઈ જળે (ઉ.વ.આ. ૬૮) બપોરે પોતાની મોપેડ ઉપર દૂધ લેવા માટે જઈ રહ્યાં હતાં. તે સમયે નવસારી-ગણદેવી સ્ટેટ હાઈવે પર જમાલપોર ગામે રાધેશ્યામ સોસાયટીના મેઈન ગેટ સામેથી પસાર થતી વખતે એક અજાણ્યા બાઈક લઈને ઉભેલા શખ્સે ગુલાબરાવને બુમો પાડી ઉભા રહેવા જણાવ્યું હતું. અજાણ્યાએ કહ્યું હતું કે ‘હું સી.આઈ.ડી. ક્રાઈમ બ્રાંચનો પોલીસ છું, અહીં ચોરીઓ બહું થાય છે,
હું ચેકિંગ કરવા માટે આવેલ છું. તમો કેમ આટલા બધાં દાગીના પહેરીને ફરો છો ? તેમ જણાવી દાગીનાઓ કાઢીને ખિસ્સામાં મુકવા માટે ફરજ પાડતા ગુલાબરાવે ગળામાં પહેરેલી સોનાની એક દોઢ તોલાની ચેઈન, બે તોલા વજનની રૃદ્રાક્ષ માળા, રૃા. ૫૦ હજારની તથા હાથમાં પહેરેલી ત્રણ નંગ સોનાની વીંટીઓ દોઢ તોલા વજનની કિંમત રૃા. ૨૦ હજારની મળી કુલ પાંચ તોલા વજનનાં કુલ કિંમત રૃા. ૭૦ હજારનાં ઉતરાવી દીધા હતા. અને ગઠીયાએ પોતાનો રૃમાલ આપી બધા દાગીનાઓ મુકી દેવા જણાવતાં ગુલાબરાવે દાગીના રૃમાલમાં મુકતા ગઠીયાએ તેમની પાસેથી દાગીના મુકેલ રૃમાલ લઈ બરાબર મૂકી આપવા જણાવી નજર ચુકવી બીજો રૃમાલ આપી દાગીના સેરવી લીધા હતા. અને ગણતરીની મીનીટોમાં ગુલાબરાવ કાંઈ સમજે તે પૂર્વે જ બાઈક લઈને રફુચક્કર થઈ ગયો હતો.
ગુલાબરાવ ઘરે જઈને દાગીનાવાળો રૃમાલ કાઢીને જોતાં તેમાં દાગીના જોવા ન મળતા તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. આ ઘટના અંગે ગુલાબરાવ જળેએ રૃરલ પોલીસમાં અજાણ્યા ગઠીયા વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા પી.એસ.આઈ. એસ.જી.દેસાઈ અને ટીમ ઘટના સ્થળે દોડી આવી આસપાસમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફુટેજના આધારે તપાસના ચક્રો ગતિમાને.