જામ-જોધપુર તાલુકા બમથીયા ગામે ગોલ્ડન નોન એનર્જી સિસ્ટમ પ્રાઈવેટ લીમીટેડ કંપની દ્વારા રોડ બનાવવાનું કામ ચાલુ છે. આ કંપની ગેરકાયદેસર લીઝ વગર ખોદકામ કરી માટીનો આડેધડ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમજ બિન અધિકૃત રીતે વૃક્ષો કાપવામાં આવે છે. તથા ગેરકાયદેસર બ્લાસ્ટીંગ પણ કરવામા આવે છે. આ અંગે 7 જાન્યુઆરીએ મામલતદાર કલેકટર વગેરેને લેખીત રજૂઆત કરવા છતા તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી. ઉપરાંત મામલતદાર પાસેથી આ કંપની પાસે ખરાબામાંથીમાટી લેવાની મંજુરી છે કેકેમ વગેરે બાબતે માહિતી માગતા ગોળ, ગોળ ઉડાઉ જવાબો આપવામાં આવેલ છે. આમ જાણે કે સ્થાનીક તંત્રની રહેમનગર હોય તેવું લાગી રહ્યું છે. સામાન્ય માણસ વિરૂધ્ધ અરજી થતી હોય તેવી બાબતમાં પગલા લેવા ઉધામાં ઉપાડતું તંત્ર કંપની સામે પગલા ભરવામાં કેમ બબ્બે મહિના થયા રજૂઆત કરાઈ હોવા છતાં પગલા લેવામાં તંત્ર ઉણુ ઉતરી રહ્યું છે.
Trending
- મોરબીમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો, વધુ બે ડિગ્રી વગરના ડોક્ટરની ધરપકડ
- Maha Kumbh security :45 કરોડ ભક્તોની સુરક્ષા માટે તત્પર રહેશે ‘દક્ષ’ પોલીસકર્મીઓ
- જુઓ આરોહી તત્સતની હલ્દી શેરેમનીની Cute ફોટોસ
- માણાવદર: ખેડૂતો અને વેપારીઓએ નવી જંત્રીના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
- સ્લમ વિસ્તારમાં ધમધમતી ગેરકાયદે પ્રવૃતિઓ પર તૂટી પડતી એસીપી પશ્ર્ચિમની ટીમો
- ડાંગ જિલ્લા બાગાયત વિભાગ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે જિલ્લા કક્ષાનો માર્ગદર્શન સેમિનાર યોજાયો
- બાળલગ્ન વિરૂધ્ધ જાગૃતિ કેળવવા ધરમપુરના ખોબામાં રાત્રિ સમયે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
- હવામાં હાજર માઇક્રોપ્લાસ્ટિક્સ સ્વાસ્થ્ય માટે કેન્સરનું કારણ બની શકે છે