શહેરના ઇન્દિરા સર્કલ પાસે રવિરત્ની પાર્કની યુવતી સોશ્યલ મીડિયાના માધ્યમથી પરિચયમાં આવેલા યુવકે પ્રેમ ઝાળમાં ફસાવી આઠ માસ સુધી અલગ અલગ જગ્યાએ અવાર નવાર બળાત્કાર ગુજારી લગ્નની ના કહેતા પિડીતાએ મેટોડા પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.
કેશોદમાં દુષ્કર્મનો ભોગ બનેલી યુવતી સોશ્યલ મીડિયાના માધ્યથી પરિચયમાં આવેલા યુવકે આઠ માસ સુધી અવાર નવાર રેપ કરી લગ્નની ના કહી
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ કેશોદની વતની અને છેલ્લા કેટલાક સમયથી રવિરત્ની પાર્કની હોસ્ટેલમાં રહેતી યુવતી પોતાના સમાજના સોશ્યલ મીડિયામાં પોતાનો બાયોડેટા સેર કરતા જામજોધપુરના વતની અને મેટોડા ખાતે ઇંકેરા કંપનીની ઓરડીમાં રહેતા જય ભરતભાઇ સંતોકીના પરિચયમાં આઠેક માસ પહેલાં આવતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યારે જય સંતોકીએ પોતે લગ્ન કરશે તેવું કહી મેટોડાની હોટલમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યા બાદ જામજોધપુર લઇ જઇ દુષ્કર્મ આચર્યા બાદ લગ્નની ના કહેતા યુવતીએ જય સંતોકી સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.
યુવતીએ આ પહેલાં કેશોદમાં બળાત્કારનો ભોગ બન્યાનું અને તેણીના જીવનમાં જય સંતોકી ચોથો યુવક હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જ્યારે જય સંતોકીની પત્નીનું અવસાન થતાં પુન: લગ્ન માટે સોશ્યલ મીડિયામાં પોતાનો બાયો ડેટા મુક્યો હોવાથી આઠેક માસ પહેલાં યુવતીના પરિચયમાં આવ્યા બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.