જીવનશૈલી બદલીને પણ એસિડીટી અટકાવી શકાય
જમ્યા પછી તુરત જ સુઈ જવાથી એસિડિટીમાં વધારો થાય છે.
તમને એસિડિટી થઈ જતી હોય તો મરી મસલાવાળા ખોરાક ખાવાનું ટાળવું જોઈએ.
કાયમી એસિડિટીથી ગેર્ડ (ગેસ્ટ્રોસોફેગીલ રીફલક્ષ ડિસીઝ)નું જોખમ વધી જાય છે.
એસિડીટી આપણી પાચન પ્રણાલીકામાં ખામી હોવાથી નિશાની છે. આપણી ખાનપાનની આદતોને લીધે એસિડીટી થાય છે. અને તેમાં વધારો પણ થાય છે. પરંતુ ખાનપાનની પધ્ધતિમાં સુધારો કરાય કે ઘરેલુ ઉપચારો અજમાવવામાં આવે તો તેમાથી છૂટકારો મેળવી શકાય છે.
કેટલાક લોકોને ભોજન લીધા બાદ પેટ, છાતીમાં બળતરા થતી હોય છે આવા સંજોગોમાં લોકો એસિડીટીમાં શમન માટે એન્ટાસિડ લે છે ઘણાને તેનાથી કામ ચલાઉ રાહત થાય છે. કોઈ કાયમી ઉકેલ નથી તેનાથી લાંબા ગાળે નુકશાન થાય છે. તેમ લાઈફસ્ટાઈલ કોચ લુક કોન્સન્હોએ જણાયું હતુ.
કાયમી એસિડીટી થવાથી ગર્ડ (ગેસ્ટ્રોસોફગીલ રીફલક્ષ ડિસામી થાય છે. જેના લીધે છાતીમા બળતરા ખરાબ શ્ર્વાસ, ગળુ સુકાવું, ચાવવામાં મુશ્કેલી સહિતની તકલીફ થાય છે અને જો લાંબા સમય સુધી સારવાર કરવામાં ન આવે તો તેનાથી ગંભીર સમસ્યાઓ ઉભી થઈ શકે છે.
એસિડીટી નબળા પાચનની આડપેદાશ છે ત્યારે એસિડીટી શા માટે થાય છે તેના કારણો જોઈએ.
૧. બે ભોજન વચ્ચે લાંબો સમય ગાળો ન રાખો:
એસિડિટી રોકવા માટે બે ભોજન વચ્ચે લાંબો સમય ગાળો રાખવો ન જોઈએ અને દરરોજ સવાર, બપોર કે સાંજનું ભોજન સમયસર લેવું જોઈએ.
બે ભોજન વચ્ચેનો લાંબો સમયગાળો તમારા શરીરમાં એસિડનું ઉત્પાદન વધારે છે અને તાણ પણ વધારે છે.
૨. રાત્રે મોડેથી જમવાનું ટાળો
જઠર મોડીરાત્રીનાં ભોજન માટે બન્યું નથી જયારે તમે મોડીરાત્રે જમો છો ત્યારે એસિડીટીમાં વધારો થાય છે અને કબજીયાત થાય છે.
૩. વધુ ભોજન લેવું
તીવ્ર એસિડિટીને રોકવા માટે વધુ પડતુ ભોજન લેવાનું ટાળવુ જોઈએ.
૪. ખોરાક પૂરતો ન ચાવવો
ઝડપથી ખાવાથી ખોરાકના નાના ટુકડા થતા નથી અને જઠરમાં મોટા ટુકડા જ જાય છે અને તેને તોડવા માટે એસિડના ઉત્પાદનમાં વધારો થાય છે. જેથી એસિડીટી રોકવા ખોરાકને સારી રીતે ચાવવો જોઈએ.
૫. વધુ પડતું ચા-કોફીનું સેવન
ચા કે કોફીનું વધારે પડતુ સેવન એસિડીટીમાં વધારો કરે છે અને ભૂખ્યા પેટે ચા કે કોફી લેવાથી પણ એસિડિટીમાં વધારો થાય છે.
૬. ધુમ્રપાન અને દારૂ
જો તમે ધ્રુમપાન કરતા હો કે દારૂ પીતા હો તો તેનાથી પણ એસિડિટીમાં વધારો થઈ શકે છે.
૭. તીખો તમતમતો ખોરાક
જે લોકોને ભરપૂર મરી મસાલાવાળો ખોરાક ખાવાની ટેવ હોય છે તેનાથી એસિડિટિમાં વધારો થઈ શકે છે. એસિડિટી ઓછી ન થાય ત્યાં સુધી આવો ખોરાક ટાળવો.
૮. ભોજન અને ઉંઘ વચ્ચે સમય ગાળો ન હોવો.
જમ્યા બાદ તુરત જ સુઈ જવાથી તમારા શરીરને ખૂબજ નુકશાન થાય છે. ભોજન અને ઉંઘ વચ્ચે ઓછામાં ઓછા બે કલાકનો સમય તો હોવો જ જોઈએ.
૯. અસંતુલીત આહાર
તમે અસંતુલિત આહાર લો તો એસિડિટી વધી જાય છે. આલ્કેલાઈન પ્રકૃતિનો ખોરાક લેવામાં આવે તો એસિડિટી અટકાવી શકાય છે. જેથી બને ત્યાં સુધી સંતુલિત આહાર લેવો જોઈએ વાસી ખોરાક લેવાથી પણ એસિડિટીમાં સતત વધારો થાય છે.
૧૦. તાણ અને ચિંતા
જો તમે સતત ચિંતા કરતા હો કે સતત તાણ અનુભવતા હો તો તમને એસિડિટીમાં વધારો થઈ શકે છે.
એસિડિટી રોકવા માટેના ઘરગથ્થુ ઉપચાર
૧. વરિયાળી: ભોજન લીધા બાદ એક ચમચી જેટલી વરિયાળી ચાવવી જોઈએ જેથી તમારી પાચન શકિતમાં સુધારો થાય છે અને એસિડિટી ઘટાડી શકાય છે.
૨. તુલસીપત્ર: તમે તુલસીપાન ચાવી શકો કે ચામાં તુલસીના પાન નાખી તેવું સેવન કરી શકો છો.
૩. છાશ: આયુર્વેદ એસિડિટીમાં ઉપાયમાં છાશ પીવાનુ સુચવે છે ભોજન લીધા બાદ છાશ અવશ્ય પીવી જોઈએ.
૪. તજ: તમે પાણીમાં તજનો ટુકડો નાખી પી શકો કે ભોજન લીધા બાદ ચાવીને ખાઈ શકો. તજ તમારા લોહીમાં સ્યુગરની ટકાવારી ઘટાડો કરી શકે છે.
૫. ગોળ: ગોળ પાચક એનઝાઈમ્સના સ્ત્રાવ વધારે છે અને એસિડિટીને સમતુલીત કરે છે.
૬. લવીંગ, એલચી, જીરૂ, આદુ: આપણા રસોડામાં ઉપલબ્ધ લવીંગ, એલચી, જીરૂ અને આદુ વગેરે મરીમસાલા એસિડિટી ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.
૭. સફરજનનો સરકો (આથો): જે લોકોને જઠરમાં જરૂર કરતા ઓછો એસિડ બનતો હોય તે લોકોને સફરજનનો સરકો ફાયદાકારક બની શકે છે. ભોજન પહેલા અડધા કલાક અગાઉ સફરજનનો સરકો લેવો જોઈએ.
૮. કેળા: એસિડિટીમાં રાહત મેળવવા માટે કેળા તમને મદદરૂપ થઈ શકે છે.
૯. લીંબુનો રસ: જો તમને માફક આવે તો લીંબુનો રસ પણ એસિડિટી અટકાવવામાં મદદરૂપ બની શકે છે.
૧૦. કાકડી, ગાજર, બીટ: ભોજન લીધા પહેલા કાચા શાકભાજી ખાસ કરીને કાકડી, ગાજર, અને બીટ લેવાથી ખોરાકના કણોને પચાવવા માટેના એન્ઝાઈમને વધારી શકાય છે. કાચા શાકભાજી આલ્કેલાઈન સ્વભાવના હોવાથી એસિડિટી અટકાવવામાં મદદરૂપ થઈ શકે છે.
નિયમિત કસરત અને સારી ઉંઘ તમને કબજીયાત એસિડિટી થવાથી દૂર રાખી શકે છે.
રાતપાળી કરનારાઓએ કેવો ખોરાક લેવો?
ન્યુટ્રીશયન નમામી અગ્રવાલે રાતપાળી કામ કરતા લોકો માટે કેટલીક ખોરાકની ટીપ્સ આપી છે. હાલના સમયમાં દિવસ કે રાત્રી દરમિયાન કામ કરવું પડતું હોય છે ત્યારે રાત્રે કામ કરનારાઓ પણ પોતાના યોગ્ય ખોરાક દ્વારા તંદુરસ્ત જીવન જીવી શકે છે.
આપણે દિવસની શરૂઆત નાસ્તાથી થતી હોય છે. જો તમે રાતપાળીમાં કામ કરતા હો તો તમારે સાંજે ૭.૩૦ વાગ્યા સુધીમાં ભોજન લઈ લેવું જોઈએ. નહી કે મધ્યરાત્રીએ મધ્યરાત્રીએ જમવાનું ટાળવું જોઈએ.
સાંજનું ભોજન પણ હળવું લેવું જોઈએ જઠર માટે ભારે હોય તેવો ખોરાક લેવાનું બને ત્યાં સુધી ટાળવું જોઈએ રેસાવાળો ખોરાક, આખુ ધાન્ય અને પ્રોટીનથી ભરપૂર ખોરાક તમને રાત્રે ભૂખને અટકાવશે.
સાંજે હળવો ખોરાક લીધા બાદ રાત્રે કામ દરમિયાન ભૂખ લાગે તો શેકેલા ચણા, ફળો વગેરે જેવો હળવો નાસ્તો કરવો જોઈએ, આવો ખોરાક ભૂખ લાગતી અટકાવે છે અને વજન વધતુ પણ અટકાવે છે.