ભારતમાં બ્રિટીશયુગની જુલમી હકુમતના એક ખુબ જ ધૃણાસ્પદ પ્રકરણ અને જે ઘટનાથી ભારતમાં આઝાદીની કાંતિકારી હવા દેશપ્રેમના દાવાનળની જેમ ફેલાય ગઇ હતી તે પંજાબના જલીયાવાલા બાગમાં જનરલ ડાયરે ખેલેલી ખુની ની હોલી બ્રિટીશ ભારત યુગની એક શરમ જનક ઘટના હોવાની કબુલાત સંસદના સંયુકત સત્રને સંબોધતી વખતે થેરેસાએ જણાવ્યું હતું.
જલીયાવાલા બાગના ૧૦૦માં સ્મૃતિદિનની ઉજવણી અંતર્ગત બ્રિટીશ વડાપ્રધાન ની અઘ્યક્ષતામાં સંસદગૃહમાં બ્રિટીશ સરકારે આ શોક ઠરાવ પસાર કર્યો હતો. બેશાખીના અવસરે અમૃતસરની જલીયાવાલા બાગમાં એપ્રિલ ૧૯૪૯ ના કાળા દિવસે જનરલ ડાયરે નિર્દોષ લોકો ઉપર ગોળીઓ વરસાવી સર્જેલા હત્યાકાંડમાં ૩૭૯ ભારતીયોમાં મહીલાઓને બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. અને ૭ર૦૦ ને ઇજા થઇ હતી.
૧૯૯૭ માં જયારે બ્રિટનના રાણી એલીઝટબેથ ર અને જયારે જલીયાવાલા બાગની મુલાકાત લીધી હતી તે પહેલા તેમણે કહ્યું હતું કે બ્રિટીશ સામ્રાજયની આ એક દુ:ખ ઘટના તરીકે ઇતિહાસ કયારેય ભુલશે નહિ. જલીયાવાલા બાગની ૧૦૦મી વરસી અંતગત થેરેસામેએ ગૃહમાં જણાવ્યું હતું કે, એ ઘટના ખુબ જ શરમજનક છે. થેરેસામેએ કહ્યું હતું કે અમને એ વાતનું ખુબ આઘાત છે કે ભારત અને બ્રિટનના સંબંધો પરસપરના સહયોગ અને એકબીજાના પડખે ઉભા રહેતા બન્ને દેશો ઇતિહાસની આ કાળી ઘટનાથી એક સમાન દુ:ખ અનુભવીએ છીએ.
ભારત અને બ્રિટનના સારા સંબંધો એક બીજાના સહકારે, સંવેદનાથી મજબુત બનાવાશે બ્રિટનના વિપક્ષી નેતા જેરેમી પોરબીએ જણાવ્યું હતું કે આ દુર્ધટનામાં ભોગ બનનારાઓ સાવ નિર્દોષ હતા. એપ્રિલ ૧૩ ૧૯૧૯ ના રોજ જલીયાવાલા બાગમાં થયેલા હત્યાકાંડ અંગે ચર્ચા થઇ હતી. વિદેશમંત્રી માર્ક ફિલ્ડે સસંદોને આ ચર્ચામાં ભાગ લેવા અને બ્રિટીશ શાસનકાળમાં નિર્દોષ હત્યાઓ અંગે સંવેદનમાં સહભાગી બનવા કહ્યું હતું. આ પ્રક્રિયા જુના ઇતિહાસને ભૂલીને પરસ્પર બન્ને દેશોને નજીક લાવવા મા મદદરુપ થશે.
જરનલ ડાયરનું એ કૃત્ય અમે શરમજનક ગણાવીએ છીએ ૧૦૦ વર્ષ પહેલા નિર્દોષ નાગરીકો આઝાદીની ચળવળ માટે એકઠા થયા હોય અને તેમની પર ગોળીઓ નો વરસાદ કરવામાં આવે અને તેમનો ભોગ લેવાય એ વાત ખુબ જ શરમજનક છે. આ ચર્ચા દરમિયાન સાંસદ બ્લેકમેને આ પ્રકરણને અભ્યાસક્રમે દાખલ કરવાની ચર્ચામાં ઉઠાવ્યો હતો અને આ સમય અતયારે ઉચિત છે કે આપણે ૧૦૦ વર્ષ પહેલા કરેલી ભુલનું પ્રાયશ્ર્વિત કરીએ અત્યારે ભારત અને બ્રિટનના સંબંધો ખુબ જ સારા છે. આપણે ઇતિહાસની એ દુ:ખદ ઘટના અંગે સંવેદના વ્યકત કરવામાં પાછળ ન રહેવો જોઇએ તેમ સાંસદે જણાવ્યું હતું. સંસદમાં થયેલી ચર્ચામાં જલીયાવાલા બાગનું દુર્ધટના ખુબ જ દુ:ખદ હોવાનો ઠરાવાયું છે. થેરેસામે એ આ વાતના નિવેદન કરીને જણાવ્યું હતું કે જલીયાવાલા બાગની ૧૦૦મી વરસીએ દુધટનાને દુ:ખદ અત્યાચારની ઘટના યાદ કરીને તેને શરમજનક દુર્ધટના તરીકે ગણાવી હતી.