રવિવારે ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ, ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ અને ડો.ભરત બોઘરા જીમનો પ્રારંભ કરાવશે
ગુજરાતમાં સૌ પ્રથમવાર સ્વિમીંગ સ્ટુડિયો સાથે ડિકસ જીમનું પણ ઓપનીંગ
રાજકોટના શહેરીજનોને ફિટ એન્ડ ફાઈન રાખવા માટે અને નવી ટેકનોલોજી સાથે નવી પધ્ધતિ અપનાવી જલજીત ગ્રુપ પોતાના ‘ધ જીમ વર્લ્ડ’ સોપાનનો રવિવારથી પ્રારંભ કરાવશે જીમના ઓપનીંગમાં ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ, ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ અને ડો. ભરત બોઘરાના હસ્તે શહેરીજનો માટે ભીમ ખૂલ્લુ મુકવામાં આવશે.
‘ધ જીમ વર્લ્ડ’ ગુજરાતમાાં સૌ પ્રથમ વખત કિડબ જીમની સાથષ સ્વિમીંગ સ્ટુડિયો પણ લાવી રહ્યું છે. જેમાં બાળકો માટે ખાસ એમ.એમ.એ. કરાટે અને જીમનાસ્ટીકની તાલીમ પણ આપવામાં આવશે તોબીજી તરફ સ્વિમીંગ સ્ટુડિયોમાં ડાન્સ વીજ ડીજે સાથે લોકો કેલેરી બર્ન વીથ ફનની પણ મજા માણી શકશે.
રાજકોટનું જાણીતું જલજીત ગૃપનું નવું સોપન ધ જીમ વર્લ્ડ કલ્ચનું ગ્રાન્ડ ઓપનીંગ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલ તથા ખોડલઘામ પ્રમુખ નરેશભાઇ પટેલ તેમજ ડો . ભરતભાઇ બોઘરાના વરદ હસ્તે કરવામાં આવશે.
આજના આ ઝડપી અને આધુનીક યુગમાં દરેક વર્ગ પોતાની કમાવવાની ક્ષમતા કરતા પણ વધુ મહેનત કરી વધુ નાણા કમાવવાની હરણફાળ હરીફાઇમાં લાગી ગયો છે . ત્યારે સાથો સાથ શરીરની તંદુરસ્તી તેમજ શરીરને સાચવવા પાછળ પણ પરતું ધ્યાન આપવું એ આપણી પ્રાથમીક જરૂરીયાત છે . વધુ પડતો કાર્યક્ષમતાને કારણે ખોરાકથી જ શરીરને પુરતુ પોષણ મળતુ નથી શરીરનું કૌશલ્ય જાળવી શકાતુ નથી આપણે સાથો સાથ વ્યાયમ અને જીમ પણ હાલના તબ્બકે કરવા જરૂરી બન્યા છે.
રાજકોટ શહેરના તમામ લોકોની સ્વાસ્થયની જાણવણી બાબતે અને ફીટનેસને ધ્યાને રાખી ધ જીમ વર્લ્ડ કલ્ચ મવડી મેઇન રોડ , રાજકોટ ખાતે શુભ આરંભ તા .5/06/ર0રર ને રવીવાર સમય સાંજે 5:30 ના રોજ કરી રહયા છીએ , રાજકોટમાં જીમ તો ઘણા છે પરંતુ આ જીમ રાજકોટનુ સૌથી મોટુ અને વિશાળ ફીટનેસ સેન્ટર બની રહેશે . જેમાં આશરે 11000 ચોરસ ફૂટ વિશાળ જગ્યામાં ફેલાયેલુ છે . જેમાં ફીટનેસ ને સંબધીત દરેક પ્રકારની મશીનરી નો નાના બાળકોથી લઈ દરેક ઉંમરના લોકો કરી શકે તેવા તમામ વ્યાયામ સાધનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અનાદીકાળથી આજ સુધી દરેક યુગમાં સારી એવી કસરત અને યોગ જ એકમાત્ર સ્વસ્થ રહેવા માટેનો ઉપાય છે . સમયથી સાથે સાથે ટેકનોલોજીનો પણ ભરપુર ઉપયોગ કરી સંપૂર્ણ પ્રોફેશનલ જીમ સાધનો અને અત્યાધુનીક નવી ટેકનોલોજી સાથે સુસજજ ધ જીમ વર્લ્ડ કલ્બ રાજકોટના લોકોને શારીરીક રીતે ફીટ અને સ્વસ્થ બનાવવા મદદ કરશે . ધ જીમ વર્લ્ડ કલ્બમાં વપરાતા દરેક સાધનોનો નીપૂર્ણ અને અનુભવી ટ્રેનર દ્વારા ચકાસણી કર્યા બાદ જ ઉપયોગમાં લેવામાં આવે છે . જેના પરીણામે લોકોને ઇજામુકત સાધનો દ્વારા સંપૂર્ણ સલામતીની પુરી ખાતરી આપવામાં આવે છે, જેને કારણે તેમને સુરક્ષીત વાતાવરણ મળે છે કે જેથી તેમના ફીટનેસ નીત્યક્રમમાં કોઇ અવરોધ થતો નથી અને નીયમીત પગે ફોલો કરી શકે છે. ધ જીમ વર્લ્ડ કલ્બ 360 ડીગ્રી (ક્રોસ ફીટ સીનર્જી ) ફીટનેસ સોલ્યુશન પ્રદાન કરે છે . બધા ટ્રેડમીલમાં એલ.ઇ.ડી. સ્ક્રીન મુકવામાં આવેલ છે . જેથી જીમને લગતી કસરતો વિડીયોગ્રાફી દ્વારા સહેલાઇ થી સમજાવી શકાય છે.