સ્વામીનારાયણ મુખ્ય મંદીર રાજકોટમાં જલજીલણી એકાદશી મહોત્સવ તથા વામન જયંતિ મહોત્સવ મંદીરના વિશાળ સુશોભિત એરક્ધડીનર સભા મંડપમાં સવારના ૧૧ થી ૧ વાગ્યા સુધી યુવાન, વિદ્વાન અને વિવેકા મહંત સ્વામી શાસ્ત્રી, રાધા મણદાસના પ્રમુખસ્થાને ભવ્યાતિભવ્ય ઉજવાયો, આ અવસરે ઠાકોરજીને પાલખીમાં બેસાડી ઢોલ નગારા સાથે રાસ રમતા રમતા ઠાકોરજીને વાજતે ગાજતે સભામંડપમાં લાવવામાં આવ્યા, વેદોના મંત્રોચાર સાથે ઠાકોરજીને કલાત્મક યાંત્રીક હોડીમાં પધરાવવામાં આવ્યા અને સૌ સંતો દ્વારા ઠાકોરજીને જળ વિહાર કરાવવામાં આવ્યો.
આ પ્રસંગે શાસ્ત્રી રાધારમણદાસ મહંત સ્વામી રાજકોટ, પૂર્વ કોઠારી હરિવલ્લભદાસજી સ્વામી, હરિચરણદાસ સ્વામી જુનાગઢ, શાસ્ત્રી આનંદસ્વરુપદાસ સ્વામી વિશાવદર તેમજ બહોળી સંખ્યામાં હરિભકતો ઉપસ્થિત રહ્યા હતા.