જલારામ બાપાની રર૦મી જન્મ જયંતિ નિમિતે મહાપ્રસાદ અને મહાઆરતી સાથે શોભાયાત્રાનું આયોજન: આયોજકો અબતકને આંગણે
જલારામ યુવા કલબ, ૧૫૦ ફુટ રીંગ રોડ, સ્ટલીંગ હોસ્પિટલની બાજુમાં પુજય જલારામબાપાની રર૦મી જન્મ જયંતિની ધામધુમથી ઉજવવી તા. ૩-૧૧ ના રોજ યોજાનાર આ પ્રસંગમાં મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરેલ છે.
આહા સ્વાહા એક હૈ… ભોજન અને ભજનની અહાલેક સમગ્ર વિશ્વમાં જગાડનાર, આપણા સૌના પરમ શ્રઘ્યેય, પ્રાત:સ્મરણીય, સંત શીરોમણી જલારામ બાપાના રર૦માં પ્રાગટય પર્વના ભકિતમય, ભાવભીના ઉત્સવની જલારામ યુવા કલબના ઉપક્રમે સંતો, મહંતો, વડીલો તેમજ સર્વધર્મ, સર્વજ્ઞાતિ, સર્વ સઁપ્રદાયના લાખો ભાવિક સમુદાયના સથવારે ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે આ પ્રસંગે આપ સર્વને પરિવાર, મિત્ર વર્તુળ સહીત ધર્મ ભકિતમાં વિભોર થવા પૂજા-આરતી મહાપ્રસાદનો લાભ લેવા જલારામ યુવા કલબ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ તકે આયોજકોએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી.
જલારામબાપાની જન્મ-જયંતિનાં આ પાવન પ્રસંગે તા. ૦૩/૧૧/૨૦૧૯ રવિવારના રોજ જલારામબાપાની પ્રતિમાનું વાજતે-ગાજતે પ્રસ્થાપન શ્રી અભિષેક કકકડના નિવાસસ્થાન, કકકડ હાઉસ પરફેકટ મારુતી શોમની પાછળ, ધરમનગર સોસાયટી ખાતેથી કરી મહાઆરતી-મહાપ્રસાદના પવિત્ર સ્થાન જલારામ ધામ સ્ટલીંગ હોસ્પિટલની બાજુમાં ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે સવારે ૯ વાગ્યે પધરામણી કરવામાં આવશે. પુ. જલારામબાપાની શોભાયાત્રા મહાઆરતી તથા મહાપ્રસાદનો લાભ લેવા સર્વે જલારામ ભકતોને જલારામ યુવા કલબ દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.
સમગ્ર આયોજનને માર્ગદર્શન કીરીટભાઇ ગંગદેવ, કૃણાલ ગણાત્રા, હિરેનભાઇ વડેરા, કિશનભાઇ ગણાત્રા, સહીતના શ્રેષ્ઠીઓનું મળી રહ્યું છે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા મૌલિક ચંદારાણા, દિપેન ઠકકર, અભિષેક કકકડ, મિત્સુ ઠકરાર, પાર્થ ધામેચા, સ્મિત ઠકકર, નિશિત વડેરા, વિવેક અખાણી, હરેશભાઇ ચંદારાણા, દિવ્યેશ ચંદારાણા, અમાણી હર્ષિત નાગે્રચા, ઇલાબેન કકકડ, ઉષાબેન વિઠ્ઠલાથી, પીનલબેન કિશનલ મીનુબેન સોનલબેન આ આયોજનને સફળ બનાવવા સહયોગ આપી રહ્યા છે. કાર્યકતા ભાઇઓ તથા બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે.
વિશેષ માહીતી માટે મૌલિકભાઇ ચંદારાણા મો.નં. ૮૧૫૪૮ ૭૬૦૦૦, દિપેન ઠકકર નો સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.