માત્ર પાંચ ટિફિનથી શરુ કરાયેલી સેવા આજે ૧૧૦ નિરાધારોની જઠરાગ્ની ઠારે છે
માણાવદરમાં વિના મૂલ્યુ નિરાધાર લોકોને ટીફીન સેવા પુરી પાડતા શ્રી જલારામ ચેરીટેબલ ટ્રસ્ટની અવિરત પણે આગેકુચ જારી છે.
સને ૨૦૧૪માં જલારામ સેવા સમીતીને નામે માત્ર પાંચ ટીફીનથી ટીફીન સેવાની શરુઆત કરતા શહેરીજનોના સાથ અને સહકારથી માસિક દાનની મળતી રકમમાંથી આ વ્યાય વધતો ગયો અને આજે લગભગ ૧૧૦ નિરાધાર અને અસહાય લોકોને વિના મૂલ્યે ઘર બેઠા ટીફીન પહોંચાડવામાં આવે છે. સેવા સમીતીના સભ્યો પોતાના મોટર સાયકલ ઉપર ટીફીનો પહોચતા કરતા હતા તે દરમ્યાન આ સેવાકાર્યની રાજકોટનાં પ્રખ્યાત બોલબાલા ટ્રસ્ટ રાજકોટના ચેરમેન જયેશભાઇના કાને વાત જતાં તેઓએ ઉંડાણપૂર્વક તપાસ કરી જલારામ સેવા સમીતીને ઘરે ઘરે ટીફીન પહોચાડવા માટે મારુતિવાન ફ્રીમાં ભેટ આપેલ છે. અને આજે સેવા સમીતીમાંથી જલારામ ચેરીટેબલ ટ્રૅસ્ટ માણાવદરને નામે ટ્રાન્સફર થઇ ટીફીન સેવા ઉપરાંત અનેકવિધ સેવા કાર્યો કરે છે.
જેમાં માણાવદર શહેરના ર૦ જેટલા સેન્ટરોમાં લોકોની બીન જરુરી દવાઓનો સંગ્રહ કરી ભાવનગર દવા બેંક માં મોકલવામાં આવે છે. લોકો દ્વારા પ્રાપ્ત થતાં કપડાઓ તથા ભણવાના પુસ્તકો સ્લમ વિસ્તારોમાં જરુરીયાતમંદ માણસોને વિતરણ કરવામાં આવે છે. લોકોને ત્યાં શુભ પ્રસંગોએ રાંધવામાં આવેલ ભોજન વધે તે એકત્રિત કરી ગરીબ લોકોમાં વિતરણ કરવામાં આવે છે. જરુરીયાત મંદ લોકોને વિના મૂલ્યે મેડીસીન સાધનો પુરા પાડવામાં આવે છે. નિરાધર વ્યકિતની અંતિમયાત્રાના સામાનનો ખર્ચ પણ આ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે. મઘ્યમ અને ગરીબ વર્ગના લોકોને રૂ. ૩૦૦/- સુધીની દવા લઇ આપવામાં આવે છે..
આ ઉપરાંત સમયાંતરે સર્વરોગ નિદાન કેન્દ્રનું પણ આયોજન કરવામાં આવે છે રખડતી ભટકતી નિરાધાર ગાયો માટે પાણીની ટાંકીઓ તથા પક્ષીઓને ચણવું પણ વિતરણ કરવામાં આવે છે.
ઉ૫રોકત સેવાઓ માટે શહેરના દાતાઓ દ્વારા અનાજ કિરયાણું તથા શાકભાજી આપવામાં આવે છે. ૧પ૦ જેટલા માસિક રકમના દાતાઓના સાથ અને સહકારથી આ ટ્રસ્ટ કાર્યરત છે.
હાલમાં આ પ્રવૃતિ માટે ટ્રસ્ટ જે મકાનો ઉપયોગમાં લ્યે છે તે અન્ય લોકોનાં હોય આ ટ્રસ્ટ દ્વારા આશાયાન ચોકમાં છે રુમવાળુ એક મકાન ખરીદ કરેલ છે. ભવિષ્યમાં સાર્વજનીક દવાખાનું પણ શરુ કરવામાં આવશે. સિવણ વર્ગો પણ શરુ કરવાનું આયોજન છે. સહયોગ આપવા માટે ૯૮૯૮૧ ૨૫૭૬૫ ઉપર સંપક કરવો