જલારામ સેવા મંડળ ટ્રસ્ટના ગૌ સેવા માટે સદા તત્પર, સંવેદનશીલ અધિષ્ઠાતા પ્રમુખ પૂ. કુંદનબેન રાજાણી દ્વારા કચ્છના દુષ્કાળ પિડીતમાલધારી પરિવારના આશરે ૪૦ જેટલા સદસ્યો તેમજ ૧૮૦૦ જેટલી ગૌમાતા સાથે રાજકોટના પાદરે ન્યારાની ધાર પાસે ખૂલ્લા ખેતરમાં આશરો લઈ રહેલાઓ માટે લંડન સ્થિત દાતા સુશિલાબેન તાણી તેમજ રાજકોટના દાતા પરિવારના સહયોગથી ટ્રસ્ટના પ્રમુખ કુંદનબેન સહિતના બહેનો અને કાર્યકર્તાઓ સાથે રૂબરૂ મુલાકાત લઈને ગૌમાતાઓ માટે એક ટ્રક સુકુ ઘાસ તથા પરિવારો માટે ઘુ મસાલો, શાકભાજી, ઓઢવા, પાથરવા ગોદડા વિગેરે ચીજ વસ્તુ લઈને આ પરિવારોને સધિયારો આપ્યો તેમજ રાજકોટ શહેરની ઉદારદીલ જનતા દુષ્કાળને પાર કરવામાં તેમજ મદદ કરવામાં પાછીપાની નહિ કરે તેવી સાંત્વના પણ પાઠવી છે.