હોસ્પિટલમાં પીએસએ ઓક્સિજન પ્લાન્ટ અને ગેસ્ટ્રોલોજી ડિપાર્ટમેન્ટમાં અદ્યતન ટેકનોલોજીનો વધારો
વૈષ્ણવ આચાર્ય વ્રજરાજકુમાર સહિતના સંતોએ ડિપાર્ટમેન્ટનું કર્યું લોકાર્પણ
અબતક-રાજકોટ
જલારામ રઘુકુલ સાર્વજનિક ટ્રસ્ટ કે જે નવી જનરેશન પ્રમાણે નવી ટેકનોલોજીમાં અપડેટમાં રહેતું ટ્રસ્ટ છે. હોસ્પિટલમાં 18000થી પણ વધારે સફળ સર્જરી સ્પેશ્યાલીસ્ટ ડોક્ટર દ્વારા થઇ ચુકી છે. હોસ્પિટલમાં લેબોરેટરી, રેડિયોલોજી, પેથોલોજી ડિપાર્ટમેન્ટની સુવિધા ઉપલબ્ધ છે. તદ્ઉપરાંત અપડેટેડ ઓપરેશન થીયેટર જ્યાં નવી ટેકનોલોજી દ્વારા સફળ સર્જરી કરીએ છીએ. ટ્રસ્ટનાં ચાર્જ પ્રમાણે હોસ્પિટલમાં નોર્મલ ચાર્જીસ છે. સાથોસાથ PSA ઓક્સિજન પ્લાન્ટ તેમજ ગેસ્ટ્રોલોજી ડિપાર્ટમેન્ટનું ઉદ્ઘાટન સંતો દ્વારા કરવામાં આવ્યું છે. હજુ પણ આગળ કેન્સરના દર્દી માટે યુનીટની વિચારણાં શરૂ છે.
PSA ઓક્સિજન પ્લાન્ટ અને ગેસ્ટ્રોલોજી ડિપાર્ટમેન્ટનું લોકાર્પણ સંતોના હસ્તે કરાયું: કેતન પાવાગઢી (ચેરમેન)
કોરોના કાળમાં જે તકલીફ પડી તે સમયે સમગ્ર વિશ્ર્વમાં કોવિડ ક્ષેત્રે તકલીફ પડી હતી તો અમારા કેનેડાનાં ડોનર સુરેશભાઇ ઠકરાર અને તેમનાં પરિવાર તરફથી એક ઓક્સિજન પ્લાન્ટ ડોનેશનમાં મળ્યો. આ ઓક્સિજન પ્લાન્ટનું આજે લોકાર્પણ વલ્લભકુળનાં વ્રજરાજકુમારનાં હસ્તે કરવામાં આવ્યું છે અને જે ક્યારે પણ નથી, કોઇ જગ્યાએ જતા તે માત્ર આમંત્રણને માન રાખી રઘુરામ બાપા (વિરપુર મંદિર)થી પધારેલ છે. સાથોસાથ ડોક્ટર સાથેનું સ્હેનમીલનનું અને જલારામ હોસ્પિટલ ખાતે ગેસ્ટ્રોલોજી ડિપાર્ટમેન્ટ ચાલુ કરવા જઇ રહ્યા છીએ અને આજેએ ડિપાર્ટમેન્ટ પણ લોર્કાર્પણ થશે અને હવે પછીની વિચારણાં કેન્સર યુનીટ તરફની રહેશે, કારણ કે હવેના સર્વે પ્રમાણે રાજકોટ, ગુજરાત, સૌરાષ્ટ્રનાં કેન્સરનું પ્રમાણ વધારે છે અને આપણી સરકાર દ્વારા પણ કેન્સર નાબૂદ માટેના સૌથી વધારે પ્રયાસ થઇ રહ્યા છે. સૌથી મોટુ સરકારનું ફંડ કેન્સર પાછળ ખર્ચાય છે તો તે પણ લોકોને લાભ થશે. ભવિષ્યમાં આ યુનીટનું લોર્કાપણ કરવામાં આવશે.
PSA ઓક્સિજન પ્લાન્ટ પરમેનેન્ટ સોલ્યુશન આત્મનિર્ભરતાનું એક કદમ: ડો.નીધીકુમાર પટેલ (ન્યુરો સર્જન)
ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ છે. કોવિડ કાળ દરમ્યાન સમગ્ર દેશમાં ઓક્સિજનની અછત અનુસરવામાં આવી તેના માટેનું આ પરમીનેન્ટ સોલ્યુશન હોસ્પિટલનું આત્મનિર્ભરતાનું જે આવનારા ભવિષ્યમાં ઉપયોગી થઇ શકશે.
ઘણા વર્ષોથી રાહતદરે દર્દીઓની સેવા કરતું એકમાત્ર ટ્રસ્ટ: વૈષ્ણવચાર્ય શ્રી વ્રજરાજકુમાર
જલારામ રઘુકુલ હોસ્પિટલ ઘણા વર્ષોથી રાહત દરે દર્દીઓની ખૂબ જ સારી સેવા કરતી આવી છે. આ હોસ્પિટલનાં ચેરમેન કેતનભાઇ પાવાગઢી તેમજ ટ્રસ્ટી શૈલેષભાઇ પાબારી સેવાભાવી, ઉત્સાહી કાર્યકર્તાનાં માધ્યમથી આ હોસ્પિટલ અંદર ખૂબ જ સારૂં સંચાલન કરવામાં આવી રહ્યું છે. કોરોનાનાં કપરાકાળમાં જ્યારે ઓક્સિજનની અછત પડી તે સમયમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન જેસન દ્વારા 24 દિવસમાં ગુજરાત રાજ્યની અંદર સવાસાત કરોડનાં ખર્ચે ઓક્સિપ્લાન્ટ લગાડવામાં આવ્યા હતાએ શૃંખલામાં કેનેડાના સુરેશભાઇ અને એમનાં સાથેનાં બધા જ અગ્રણીઓ મહાનુભાવોને સુનિશ્ર્ચય કર્યો કે જલારામ હોસ્પિટલને એક ઓક્સિજન પ્લાન્ટ અર્પણ કરવામાં આવે, જેથી કરીને ભવિષ્યમાં થર્ડ વેવ આવે કે ફોર્થ વેવ આવે અને કદાચ ઓક્સિજનની અછત પડે અને કદાચ લીક્વીડ ઓક્સિજનમાં ખામી પડે તો એક બેકપ્લાન તરીકે આ હોસ્પિટલની અંદર ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.