ગાંધીગ્રામ ખાતે મહાઆરતી, મહાપ્રસાદ, શ્રીનાથજીની ઝાંખી, બ્લડ કેમ્પ સહિતના આયોજનો; જલારામ ભકતો ‘અબતક’ના આંગણે
સૌરાષ્ટ્ર સહિત દેશ-વિદેશમાં જલારામ બાપાના ૨૨૦મો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે જયાં ટુકડો ત્યાં હરિ ઢુકડોને જીવનમંત્ર બનાવનાર જલારામ બાપાની જન્મ જયંતિ આ વર્ષે પણ ધામધૂમથી ઉજવાશે ત્યારે રઘુવંશી સંત શિરોમણી જલારામ બાપાની ૨૨૦મી જન્મજયંતિ નિમિતે રઘુવંશી યુવા કલબ દ્વારા જલારામ જયંતી ધામધૂમથી ઉજવવામાં આવશે. આ શુભ પ્રસંગે સૌને પરિવાર સાથે પધારવા જાહેર અનુરોધ કરાયો છે. રઘુવંશી યુવા કલબ (ગાંધીગ્રામ) દ્વારા ગાંધીનગર ૧, સર્વેશ્ર્વર ચોક, ગાંધીગ્રામ, રાજકોટ ખાતે ભવ્ય આયોજન કરાયું છે. જેમાં રવિવારે સાંજે ૭ કલાકે મહાઆરતી, મહાપ્રસાદ સાંજે ૭.૩૦ કલાકે, શ્રીનાથજીની ઝાંખી અને બ્લડ કેમ્પ જેવા કર્યક્રમો યોજાશે. આ આયોજનમાં ગાંધીગ્રામ રઘુવંશી સેવા સમાજ સમિતિ અને રઘુવંશી મૈત્રી મહિલા મંડળ ગાંધીગ્રામનો સાથ સહકાર મળ્યો છે. જયારે આયોજનને સફળ બનાવવા માટે રવિ માણેક, સચીન ચંદારાણા, ભાવેશ અઢીયા, નિખિલ રાજાણી, વિવેક ચોલેરા, રોનક સેજપાલ, નિખિલ છાગાણી અને ચંદ્રેશ રાચ્છ જહેમત ઉઠાવી રહ્યા છે. કાર્યક્રમને સફળ બનાવવા આયોજકોએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી. વધુ માહિતી માટે ૯૦૩૩૧ ૫૧૧૧૦નો સંપર્ક સાધવા જણાવાયું છે.