વેરાવળ-સોમનાથમાં સંત શિરોમણી પૂ.જલારામબાપાની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી થયેલ હતી. મોટી શાકમાર્કટ પાસે આવેલ જલારામ મંદિરે પૂ.બાપાની વ્હેલીસવારે ઘ્વજારોહણ, આરતી કરાયા બાદ બપોરથી રાત્રી સુઘી વિવિઘ વાનગીઓનો અન્નકોટ ઘરાયેલ હતો.
જેના અલોકિક દર્શનનો મોટી સંખ્યામાં ભકતોએ લ્હાવો લઇ ઘન્યતા પ્રાપ્ત કરી હતી. મંદિરે રાત્રીના ઘુન-ભજનના કાર્યક્રમો યોજાયા હતા. બપોરે જલાબાપાની ભવ્ય વિશાળ શોભાયાત્રાનો મંદિરેથી લોહાણા મહાજન પ્રમુખ વિક્રમભાઇ તન્ના, રાકેશ દેવાણી, ભદ્રેશભાઇ દાવડા, અશોકભાઇ ગદા, ભરત ચોલેરા, બીપીન અઢીયા, મુકેશ ચોલેરા સહિતની હાજરીમાં પ્રારંભ થયેલ જે શહેરના વિવિઘ રાજમાર્ગો પર ફરેલ હતી. શોભાયાત્રામાં આતશબાજી ફટકાડા ફોડી ડીજેના તાલે નાચ-ગાન સાથે મોટીસંખ્યામાં રઘુવંશીઓ ઝુમી ઉઠેલ હતા. શોભાયાત્રા નું રાજમાર્ગો પર ઠેર-ઠેર વિવિઘ સમાજો અને સંસ્થાઓએ સ્વાગત કરી ઠંડા-પીણાના સ્ટોલો ઉભા કરી પ્રસાદીનું વિતરણ કરેલ હતુ.