તમામ દાતાઓ, ભાવિકો અને રાજકોટની જાહેર જનતાને પ્રસાદ લેવા જાહેર આમંત્રણ

જલારામ બાપાની ૨૨૦મી પુણ્યતિથિ અતિભવ્ય રીતે ઉજવાશે. રાજકોટમાં સૌપ્રથમવાર નાત-જાતનાં ભેદભાવ વગર ભવ્ય રીતે શરૂ થનાર જલારામ સેવા મંડળ ટ્રસ્ટ છે. અત્યારે દરેક વોર્ડમાં ભાવિકો બાપાની જયંતી ઉજવણીની તૈયારી કરી રહ્યા છે. આ ટ્રસ્ટ ૫૦ વર્ષથી નાત-જાત કે ધર્મનાં ભેદભાવ વગર અનેકવિધ સેવાકિય પ્રવૃતિ કરી રહ્યા છે. આ ઉપરાંત ટ્રસ્ટ મહિલા સંચાલિત જ છે. ટ્રસ્ટની તમામ સેવા પ્રવૃતિથી તમામ લોકો વાકેફ છે. આ ટ્રસ્ટની કોઈ પ્રવૃતિનાં ભાવતાલ નથી. વૃદ્ધાશ્રમ કે અન્નક્ષેત્ર કે ટ્રસ્ટની જગ્યામાં પણ ભાવતાલ નથી. ટ્રસ્ટની વિશાળ જગ્યા જે સારા માઠા પ્રસંગે વર્ષોથી દેવામાં આવે છે. અત્યાર સુધી કુલ ૧૨૦૦ થી ૧૫૦૦ પ્રસંગો નિ:શુલ્ક થયેલ છે. આગામી તા.૩/૧૧/૨૦૧૯નાં રોજ બપોરની આરતી રક્ષાબેન અઢીયા, ક્રિષ્નાબેન રાજુભાઈ ચોટાઈ, કુળદેવી માં, રેખાબેન ભરતભાઈ નથવાણી, રમેશભાઈ ઠકકર (ગીરીરાજ હોસ્પિટલ), જયેશભાઈ નથવાણીનાં વરદ હસ્તે ઉતારવામાં આવશે. તેમજ સાંજની આરતી હાજર રહેલા તમામ દાતાઓનાં વરદ હસ્તે ઉતારવામાં આવશે.

આ તકે રાજકોટનાં અનેક અગ્રણી, દાતાઓ, મંડળોનાં સભ્યોનાં હસ્તે ઉતારવામાં આવશે. તેમજ મુખ્ય આરતી જયશ્રીબેન ખગ્રામ, કાંતાબેન કોટેચા, હંસાબેન, કુંદનબેન રાજાણી ઉતારશે ત્યારબાદ મહાપ્રસાદ શરૂ થશે જેનો ૧૦ થી ૧૫ હજાર જેટલા ભાવિકો લાભ લેશે. પ્રસાદમાં ગુંદી-ગાંઠીયા, ખીચડી, કઢી, શાક, સંભારો જમાડવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમ મેઘાણી રંગભુવન વિભાગ-૨ ખાતે ભકિતનગર સર્કલ પાસે ઉજવવામાં આવશે. ભાવિકો આ દિવસે મોટી સંખ્યામાં મહાપ્રસાદ લેવા પધારશે તે માટે ચારેય ટ્રસ્ટીઓએ લોકોને અપીલ કરી છે.

સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા તેમજ જમણવારની વ્યવસ્થા દિલીપભાઈ જોશી, બાપાસીતારામ મિત્ર મંડળ, રંગીલા હનુમાન સેવા મંડળ, ગણભાઈ ભરવાડ ગ્રુપ તથા કષ્ટભંજનદેવ હનુમાન મિત્ર મંડળ પરસાણાનગર દ્વારા સંભાળવામાં આવશે. આ ઉપરાંત વર્ષોથી કાયમ માટે ટ્રસ્ટની નિ:શુલ્ક વિડીયો શુટીંગ અને ફોટોગ્રાફી સમીરભાઈ સંભાળશે. સાંજે ૫ થી ૧૧ સુધી ટ્રસ્ટનાં ધુન-ભજન મંડળનાં બહેનો પુષ્પાબેન, ગૌરીબેન, મધુબેન, પ્રેમીલાબેન, જયોતીબેન, પુષ્પાબા, દિવાળીબેન, કુંદનબેન સહિતનાઓ બાપાના ભજનની રમઝટ બોલાવશે. છેલ્લા બે માસથી ટ્રસ્ટનાં વૃદ્ધાશ્રમમાં નારીનોવેશન કાર્ય માટે ૧૩૪ રૂમ દક્ષાબેન ગઢીયા તરફથી ૧ લાખ, ક્રિષ્નાબેન રાજુભાઈ રસિકભાઈ ચેવડાવાળા તરફથી ૫૧,૦૦૦, હરીકૃપા તરફથી ૧ લાખ સહિતની અનેક રોકડ રકમ દાતાઓ તરફથી મળેલ છે. હજુ પણ ૭ મકાનોનું રીનોવેશન કરાવવાનું બાકી હોય જેનો ખર્ચ ૧૦ લાખ જેટલો થશે તો દાતાઓને સહકાર આપવા માટે કુંદનબેન રાજાણીએ અપીલ કરી છે. કુંદનબેન રાજાણીનો મો.નં.૯૮૨૪૩ ૭૨૧૨૨માં સંપર્ક કરવાનો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.