સંત જલારામ બાપાની ૨૧૮ની જન્મજયંતિ નિમિતે જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં મુખ્ય રથમાં બિરાજેલા સંત જલારામ બાપાના દર્શન કરી હજારો ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. શોભાયાત્રા સાથે મહાપ્રસાદ, સંગીત સંધ્યા, અન્નકુટ અને ભજન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા ચોમેર જય જલિયાણનાં નાદથી શહેર ગુંજી ઉઠ્યું હતુ ૨૫થી વધુ આકર્ષક ફલોટસ સાથે જલારામ બાપાની શોભાયાત્રાનું ચૌધરી હાઈસ્કુલ ખાતેથી પ્રસ્થાન કરાવાયું હતુ થલેસેમીયાગ્રસ્ત બાળકોનાં લાભાર્થે રકતદાન શિબિર પણ યોજાઈ હતી. શહેરનાં બાલભવન ખાતે જલારામ બાપાની ૨૧૮ ઈંચની પ્રતિમા પણ મુકવામાં આવી છે. જેના દર્શનનો લાભ ભાવિકો બહોળી સંખ્યામાં લઈ રહ્યા છે.
Trending
- કોર્પોરેશનના ‘પોષણ ઉડાન’માં પુડલા-ઢોકળા જેવી ઘરેલુ વાનગીઓની મહેક
- અમદાવાદ : 8 વર્ષની બાળકીને સ્કૂલની સીડી ચઢતા હાર્ટ એટેકનો હુમલો આવતા મો*ત
- સુરત: રેલવે સ્ટેશન પર મુસાફરો વિફર્યા
- મહિલા સહિત બે વકીલ પર હુમલો : ધારાશાસ્ત્રીઓ લાલઘુમ
- સુરત: લોકોને ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃત કરવા સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓનો અનોખો પ્રયાસ
- એસઓજી ટીમે એક જ દિવસમાં નકલી પનીર અને બીડીની મિનિ ફેક્ટરી ઝડપી
- અંજાર: શિવધારા સોસાયટી ખાતે મેઘપર બોરીચી અંડરબ્રિજ લડત સમિતિ દ્વારા મિટીંગ યોજાઈ
- ‘મહિમા માઁ કે આશિર્વાદ કી’ ભકિત અને શકિતનું બુધવારે મહાપર્વ