સંત જલારામ બાપાની ૨૧૮ની જન્મજયંતિ નિમિતે જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં મુખ્ય રથમાં બિરાજેલા સંત જલારામ બાપાના દર્શન કરી હજારો ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. શોભાયાત્રા સાથે મહાપ્રસાદ, સંગીત સંધ્યા, અન્નકુટ અને ભજન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા ચોમેર જય જલિયાણનાં નાદથી શહેર ગુંજી ઉઠ્યું હતુ ૨૫થી વધુ આકર્ષક ફલોટસ સાથે જલારામ બાપાની શોભાયાત્રાનું ચૌધરી હાઈસ્કુલ ખાતેથી પ્રસ્થાન કરાવાયું હતુ થલેસેમીયાગ્રસ્ત બાળકોનાં લાભાર્થે રકતદાન શિબિર પણ યોજાઈ હતી. શહેરનાં બાલભવન ખાતે જલારામ બાપાની ૨૧૮ ઈંચની પ્રતિમા પણ મુકવામાં આવી છે. જેના દર્શનનો લાભ ભાવિકો બહોળી સંખ્યામાં લઈ રહ્યા છે.
Trending
- નબળા હૃદય વાળા આ આર્ટીકલથી દુર રહેજો
- સુરત: કતારગામમાં નજીવી બાબતે કરાઈ હ-ત્યા
- તમે Gmail માં ઈમેલને તમારી ભાષામાં ટ્રાન્સલેટ કરી શકો છો! ફક્ત 4 STEPS અનુસરો
- CM પટેલે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલય ‘વિરાસત’ને ખુલ્લું મૂક્યું
- અમેરિકાએ ભારતને 1400થી વધુ પ્રાચીન મૂર્તિઓ પરત કરી
- ગુજરાતી ફિલ્મ ‘ઉંબરો’નું મોશન પોસ્ટર રિલીઝ, 24 જાન્યુઆરી 2025ના રોજ થશે રિલીઝ
- પરિણીત અભિનેતાએ ધર્મ બદલીને બીજી વાર લગ્ન કર્યા, ત્રીજી સાથે પ્રેમ થયો અને ‘ડ્રીમ ગર્લ’નું તૂટ્યું દિલ
- PM નેતન્યાહુના ઘર પર ફરી 2 રોકેટથી હુમલો, ઈઝરાયેલમાં ખળભળાટ