સંત જલારામ બાપાની ૨૧૮ની જન્મજયંતિ નિમિતે જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં મુખ્ય રથમાં બિરાજેલા સંત જલારામ બાપાના દર્શન કરી હજારો ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. શોભાયાત્રા સાથે મહાપ્રસાદ, સંગીત સંધ્યા, અન્નકુટ અને ભજન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા ચોમેર જય જલિયાણનાં નાદથી શહેર ગુંજી ઉઠ્યું હતુ ૨૫થી વધુ આકર્ષક ફલોટસ સાથે જલારામ બાપાની શોભાયાત્રાનું ચૌધરી હાઈસ્કુલ ખાતેથી પ્રસ્થાન કરાવાયું હતુ થલેસેમીયાગ્રસ્ત બાળકોનાં લાભાર્થે રકતદાન શિબિર પણ યોજાઈ હતી. શહેરનાં બાલભવન ખાતે જલારામ બાપાની ૨૧૮ ઈંચની પ્રતિમા પણ મુકવામાં આવી છે. જેના દર્શનનો લાભ ભાવિકો બહોળી સંખ્યામાં લઈ રહ્યા છે.
Trending
- 25,000 બાંગ્લાદેશીઓને ઘર ભેગા કરવા ગૌહાટી હાઇકોર્ટનું ફરમાન
- અર્થતંત્ર રંગ લાવ્યું: 2024માં આઇપીઓમાં રૂ.4 લાખ કરોડથી વધુનું રોકાણ આવ્યું
- રાજકોટ : ઉત્તરાયણ પહેલા, આ ઘટના વાલીઓ માટે ચેતવણીની ઘંટડી સમાન
- Apple 2025 માં લોન્ચ કરી શકે છે Apple Vision Pro 2…
- Apple તેનો ન્યુ iPhone SE 4 અને iPad 11 એપ્રિલમાં કરી શકે છે લોન્ચ…
- વધુ બે કલાકારો મેદાને/સાગર પટેલ અને કાજલ મહેરિયા વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપનો દૌર શરૂ
- બ્લુ લોક ચેપ્ટર 289: ચોક્કસ રિલીઝ તારીખ, સમય અને ઘણુંબધું
- વાસ્તુના નિયમો : ઘરની કઈ દિશામાં દીવાલ પર પૂર્વજોના ફોટા લગાવવા જોઈએ ?