જખૌ સમાચાર

જખૌ મરીન પોલીસ દ્વારા બંદર વિસ્તારના માછીમાર અવેરનેસ કેમ્પ  અને બોટ ચેકીંગ કરાયું હતું . હાલમાં માછીમારીની સિઝન ચાલુ થઈ છે જેમાં ગુજરાતભરના માછીમારો જખૌ બંદર પર માછીમારી કરવા પડાવ નાખતા હોય છે,જે દરમ્યાન તેઓ માછીમારી કરવા દરિયામાં જાય છે ત્યારે જાણે અજાણે કાયદાઓનો ભંગ કરે છે પછી તેઓને કાયદેસરની કાર્યવાહીથી સંઘર્ષ કરવો પડે છે.

WhatsApp Image 2023 10 14 at 14.18.35 ec043b3f

જે અનુસંધાને  જખૌ મરીન પોલીસ સ્ટેશનમાં આવતા બંદરવિસ્તારમાં પર શ્રી ડી.આર ચૌધરી પોલીસ ઈન્સ્પેકટર જખૌ મરીન પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા માછીમારોને સ્પર્શતા કાયદાઓની સમજ આપવા કેમ્પ યોજાયો હતો . જેમાં ગુજરાત ફિશરીઝ એકટ 2003 અને ગુજરાત ફિશરીઝ રુલ 2003 ની માહિતી, ટોકન સિસ્ટમ, સમયમર્યાદામાં દરિયામાંથી પોર્ટ પર પાછું આવવું. પ્રતિબંદીત રાત્રી LED લાઈટ અને વાડા પદ્ધતિ માછીમારી, શંકાસ્પદ બોટ દેખાઈ આવે તો શું કરવું, NDPS કાયદા હેઠળની માહિતી, GPS તથા AIS સિસ્ટમ, જિલ્લા કલેક્ટરશ્રીના જાહેરનામાં અંગે માહિતી આપવામાં આવી.ત્યાર બાદ સરપ્રાઈઝ બોટ – ટોકન ચેકીંગ કરવામાં આવી.

 

 રમેશ ભાનુશાલી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.