બોલિવુડના એક ફેમસ એક્ટર અનિલ કપૂરનો આજે જન્મ દિવસ છે. અનિલ કપૂરનો જન્મ 24 ડિસેમ્બર, 1954માં મુંબઈમાં થયો હતો. તેમના પિતાજી સુરેન્દ્ર કપૂર પહેલાં અભિનેત્રી અને ગાયિકા ગીતાબાલીના સેક્રેટરી હતા. ત્યારબાદ તેમને પોતાની ફિલ્મો બનાવવાની શરૂઆત કરી. તેમની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેઓ ચેંબૂરની એક ચાલમાં રહેતા હતા.
અનિલ કપૂરનું બાળપણ અત્યંત સામાન્ય હતુ. આર્થિક અભાવને કારણે અનીલ કપૂર ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરી શક્ય ન હતા. અનિલ કપૂરે પોતાના જીવનમાં ઘણો નાના મોટો સંઘર્ષ કર્યો છે. આર્થિક પરિસ્થિતી નબળી હોવાને કારણે તેઓને ખુબજ હલાકીનો સામનો લરવો પડ્યો હતો.અનિલ કપૂર 1983માં પ્રદર્શિત તેમની હોમ પ્રોડકશન ફિલ્મ ‘વો સાત દિન’ થી તેમના કેરિયરની શરૂઆત કરી હતી અને એના જીવનમાં એક નવો વળાંક મળ્યો હતો.
અનિલ કપૂરને બે ભાઈ અને એક બહેન છે. મોટા ભાઈ બોની કપૂર અને નાનો ભાઈ સંજય કપૂર. તેમની બહેનનું નામ રીના કપૂર છે. અનિલ કપૂરની પત્નીનું નામ સુનિતા છે. અનિલ કપૂરને ત્રણ બાળકો છે. જેમાં બે છોકરી અને એક છોકરો છે. છોકરી સોનમ કપૂર અને રિયા કપૂર છે. છોકરો હર્ષવર્ધન.
અનિલ કપૂરની 1987માં આવેલી શ્રીદેવી સાથેની ફિલ્મ ‘મિ. ઈડિંયા’ એ તેમને એક નવી ટોંચ પર બેસાડી દીધો. ત્યારબાદ તેમની ફિલ્મો ફ્લોપ થવા મંડી હતી. પછી ‘રામ લખન’ અને ‘પરિંદા’ જેવી ફિલ્મોએ તેમનેફરી એક વાર સફળતાની રાહ દેખાડી હતી. આ ફિલ્મ સિવાય અનિલ કપૂર ને ‘મિ. ઈંડિયા’, ‘તેજાબ’ અને ‘બેટા’ ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મ ફેયર એવોર્ડ પણ હાસલ કર્યા છે.
ત્યારબાદ અનિલ કપૂર ઘણા એવા ડાઈલોગ અને હિટ સોંગ થી પણ ફેમસ થયા છે જેમાં,અનિલ કપૂર અવાર નવાર ‘જક્કાસ’ બોલતા નજર આવ્યા છે. બૉલીવુડ જગત તેમને ‘જક્કાસ’ શબ્દથી જ પ્રખ્યાત છે. આ ઉપરાંત તેમનું એક સોંગ ‘માઈ નેમ ઇસ લખન’ થી ખુબજ પ્રખ્યાત છે.
જો તેમની ફિટનેસને લઈ ને વાત કરવામાં આવે તો અનિલ કપૂર દિવસે ને દિવસે જવાન દેખાય છે. અનિલ કપૂર ઉપર ઉંમરની કોઈ અસર દેખાતી નથી. અનિલ પોતાની ફિટ બૉડીથી હંમેશા પોતાના ફેન્સને ચોંકાવતો રહે છે . તેઓ અવાર નવાર સોસિયલ મીડિયામાં પોતાના ફોટો પોસ્ટ કરતાં હોય છે.