જેતપુરની જેતલસર ચોકડી પાસે ગત રાતે રીક્ષા અને કાર વચ્ચે થયેલ અકસ્માતમાં રીક્ષા ચાલક અમુભાઈ વીરજીભાઈ બાવળીયાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું અને તેમના પત્ની પ્રભાબેનને ગંભીર ઈજા પહોંચી હતી અકસ્માતમાં કોળી સમાજના યુવકના મોતને પગલે રોષે ભરાયેલ ટોળાઓએ અકસ્માત સર્જનાર કારમાં તોડફોડ કરતા પોલીસ બનાવ સ્થળે પહોંચી ટોળા પર બળ પ્રયોગ કરી ત્યાંથી ખસેડ્યાં હતા.

પોલીસના બળ પ્રયોગ અંગે રાજકોટ જિલ્લાના ઠાકોર સેનાના પ્રમુખ હિતેશભાઈ ઠાકોરે જણાવેલ તાલુકા પીએસઆઈ વાઢિયાએ અકસ્માત સ્થળ પર આવીને અમારા સમાજના નિર્દોષ યુવાનોને મારમારતા બેથી ત્રણ યુવકોને ફ્રેક્ચર જેવી ઈજા પહોંચતા તેઓને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પીટલમાં દાખલ કરેલ છે

જેથી અમારા સમાજના નિર્દોષ યુવકોને માર મારનાર પીએસઆઇ વાઢિયા વિરૂધ ગુન્હો દાખલ કરી જ્યાં સુધી સસ્પેન્ડ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે અકસ્માતમાં મરણ જનાર અમુભાઇની લાશ સંભાળશું નહીં.અને આજે સવારે સરકારી હોસ્પિટલે કોળી સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહી  સીટી પીઆઇ રાણા સાહેબને તેમજ મામલતદાર સાહેબ ને આવેદન પત્ર આપી પીએસઆઇ વાઢીયા સાહેબ ને સસ્પેન્ડ અથવા બદલી કરવાની માંગ કરી આવેદન પત્ર આપીયુ અને જ્યાં સુધી પીએસઆઇ વિરુદ્ધ પગલાં નહીં લે ત્યાં સુધી મરનાર ના પરિવારજનોએ લાસ સ્વીકારવા ની ના પાડેલ  અને ઉપવાસ ઉપર બેસવાની ચીમકી ઉચારેલ છે

ગઈકાલે જિલ્લા પોલીસ વડા અંતરિપ સુદ જેતપુર આવી મૃતક ના પરિવાર જનો સાથે બેઠક કરી પણ પરિવાર દ્વારા તેમના પર થયેલ અત્યાચાર સામે જયા સુધી પી.એસ.આઈ ની બદલી કે સસ્પેન્ડ અને તેની સામે અમારી ફરીયાદ ન લેવાય તેમજ અમારા ઉપર જે ખોટો કેસ પાછો નહીં ખેંચાઈ ત્યાં સુધી લાશ નહીં સાંભળી તેવું પરિવાર જાણો એ જણાવ્યું હતુ

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.