રાજકોટ ગ્રામ્ય જીલ્લાનાં I/Cપોલીસ અધિક્ષક  બલરામ મીના સાહેબે  તથા  નાયબ પોલીસ અધિક્ષક  જેતપુર વિભાગનાઓ તરફ થી દારૂ તથા જુગાર ની બદીને નાબુદ કરવા માટે સુચના આપેલ હોય જે અન્વયે જેતપુર તાલુકાના પો.સબ.ઇન્સ. એચ. એ.જાડેજા તથા સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા જે  દરમ્યાન સાથે ના પો.હેડ.કો ભુરાભાઇ તથા પો.કો ધર્મેન્દ્રભાઇ ચોક્કસ બાતમી હકીકત મળેલ કે જુનાગઢ ના મેંદરડા ગામ તરફથી એક કાળા કલરની પિયાગો રિક્ષા રજી નંબર  જી.જે.૨૩.યુ.૦૪૪૩ વાળીમા કેરીના બોક્સ મા દેશી દારૂ ભરી નીકળ નાર હોય જેથી આરબટીબડી ચોકડી પાસે વોચમા હોય તે દરમ્યાન ઉપરોકત હકીકત વાળી પિયાગો રિક્ષા કલાક ૧૯/૦૦ વાગ્યે આવતા તેને રોકી ચેક કરતા સદરુહ રિક્ષા માથી જોતા કેરીના બોક્સ નગ ૨૭ ભરેલ હોય જે એક કેરીના બોકસમા દેશી દારૂ ના પાચ પાચ લીટર ની ક્ષમતાવાળા બુગીયા નગ ૪ ભરેલ હોય જેથી ૨૭ કેરીના બોકસમા રહેલ કુલ બુગીયા નગ ૧૦૮ દારૂ લી.૫૪૦ કિ.રૂ.૧૦,૮૦૦/ તથા એક  માઇક્રોમેક્સ કપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.૧૦૦૦/ તથા પિયાગો રિક્ષા રજી.ન.જી.જે.૨૩.યુ.૦૪૪૩ ની કિ.રૂ.૩૦,૦૦૦/ ગણી કુલ મુદામાલ રૂ.૪૧,૮૦૦/  સાથે રિક્ષા ચાલક મહેશભાઇ હંસરાજભાઈ સોલંકી દે.પુ. ઉ.વ ૨૩ રહે  રાજીવનગર મેંદરડાગેટ પાસે જૂનાગઢ તથા સદરુહ દેશી દારૂ મગાવનાર હરેશભાઇ પરમાર રહે ભોજાધાર જેતપુર વાળો પકડવા પર બાકી

આ સમગ્ર કામગીરીમાં પો.સબ.ઇન્સ. એચ.એ.જાડેજા  તથા હેડ કોન્સ ભુરાભાઇ તથા પો.કોન્સ ,ધર્મેન્દ્રભાઇ તથા નિલેશભાઇ તથા દિનેશભાઇ તથા રાજુભાઈ નદાણીયા તથા રાજેશભાઈ મકવાણા વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.