નાના શહેરોના વિકાસ અને રોજગારી મામલે યોજનાઓની ભરમાર રહેશે
કોર્પોરેટ ટેકસ, ડિવીડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેકસ, નાના ઉદ્યોગો માટે સરળ યોજનાઓ, અલટરનેટ મીનીમમ ટેકસ તેમજ રિસર્ચ અને ઈનોવેશન સહિતના મુદ્દે નાણા પ્રધાન અરૂણ જેટલી અમેરિકાના તર્જ પર નિર્ણય લે તેવી શકયતા
આગામી કેન્દ્રીય બજેટને હવે ગણતરીના સપ્તાહની વાર છે. બજેટ ગ્રામ્ય વિસ્તારોને આનુસંગીક રહેશે તે વાત તો નિશ્ર્ચિત છે. અલબત બજેટમાં અગાઉ અમેરિકામાં અપાયેલી કર રાહતોને નાણા પ્રધાન અરૂણ જેટલી પણ અનુસરે તેવી શકયતા છે.
અમેરિકાના બજેટમાં સરકારે કોર્પોરેટ ટેકસ ૩૫ ટકાથી ઘટાડી ૨૧ ટકા કરવાનો નિર્ણય લીધો હતો. આ ઉપરાંત અમેરિકા બહાર થતા પેમેન્ટ ઉપર ધરખમ ટેકસ ઝીકવામાં આવ્યો હતો. અમેરિકાએ બ્રિટન અને જાપાનની જેમ ટેરીટોરીયલ કર માળખુ જાળવી રાખ્યું હતું. જયાં અમેરિકાની કંપનીઓને કેપીટલ ગેઈન ઉપર તેમજ ડિવિડન ઈન્કમ પર ટેકસ લેવાતો નથી. જેના પરિણામે દેશમાં બહોળા પ્રમાણમાં વિદેશી ભંડોળ ખેંચાઈ આવે છે. ભારતમાં પણ બજેટ દરમિયાન નાણા પ્રધાન અરૂણ જેટલી અમેરિકાના સુધારાને ધ્યાનમાં રાખીને જાહેરાતો કરે તેવી શકયતા છે. અમેરિકાએ બજેટમાં સામાજિક નાણાકીય સમતોલન જાળવવા માટે પ્રયાસો કર્યા છે. આ ઉપરાંત મુડી રોકાણો ખેંચી લાવવા તેમજ દેશમાં રોજગારીનું નિર્માણ કરવાની તૈયારી બજેટમાં થઈ છે. ભારતમાં કોર્પોરેટ ટેકસ ૨૫ ટકાની આસપાસ રાખવા ધારણા છે.
અમેરિકાના બજેટમાં નાના ઉદ્યોગો માટે યોજનાઓ એકદમ સરળ સ્વરૂપમાં છે. અરૂણ જેટલીનું બજેટ પણ આ વખતે નાના ઉદ્યોગોને ફ્રેન્ડલી રહેશે તેવી ધારણા છે. કર માળખામાં સુધારા માટે મીનીમમ અલ્ટરનેટ ટેકસ (એમએટી)ની જગ્યાએ અલ્ટરનેટ મીનીમમ ટેકસના ધોરણે આગળ વધવામાં આવશે. આ ઉપરાંત અમેરિકાના બજેટની તર્જ પર રિસર્ચ ઉપર પણ બહોળુ ભંડોળ નાણા પ્રધાન અરૂણ જેટલી બજેટમાં જાહેર કરે તેવી શકયતા છે.
ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત નાના ઉદ્યોગોને રોજગાર અર્થે તૈયાર કરવા માટે સરકારે આગામી ફેબ્રુઆરીમાં જાહેર થનાર બજેટમાં અનેક પ્રોત્સાહનો વિચારી રાખ્યા છે. મુળ ધ્યેય કર માળખામાં બહોળો ફેરફાર ઉપરાંત રોજગારી સર્જન કરવાનો રહેશે. ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી વધારવા તેમજ નાના ઉદ્યોગોને કર રાહતો તેમજ પ્રોત્સાહન યોજનાઓથી ઉભા કરાશે. દેશમાં જીએસટી જેવા આર્થિક સુધારા કર્યા બાદ સરકાર વધુ બહોળા સુધારા કરવાનું સાહન ન પણ લે તેવું શકય બને.
નિષ્ણાંતોના મત અનુસાર કોર્પોરેટ ટેકસ ડીવીડન્ડ ડીસ્ટ્રીબ્યુશન ટેકસ, નાના ઉદ્યોગો માટે સરળ યોજનાઓ, એમ.એ.ટીની જગ્યાએ એ.એમ.ટી. રીસર્ચ અને ઈનોવેશન જેવા મુદ્દે સરકાર પગલા લેશે.