ઇન્ડિયન પ્રીમિયર લીગના ઇતિહાસમાં સર્વાધિક વિકેટ લેનાર બોલર બનતો ચહલ : 143 મેચમાં 184 વિકેટ ઝડપી
રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને યજમાન કોલકાતાને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. કોલકાતાના બેટર્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. વેંકટેશ ઐય્યરના 57 રનની મદદથી કોલકાતાએ 20 ઓવરમાં આઠ વિકેટે 149 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જોકે, યશસ્વી જયસ્વાની વિસ્ફોટક બેટિંગે આ સ્કોરને એકદમ આસાન બનાવી દીધો હતો. રાજસ્થાને 13.1 ઓવરમાં જ એક વિકેટે 151 રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. જયસ્વાલે 47 બોલમાં 98 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. જ્યારે ચહલે ચાર વિકેટ પોતાના નામે કરી હતી.
કોલકાતાના બેટર્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. વેંકટેશ ઐય્યરના 57 રનની મદદથી કોલકાતાએ 20 ઓવરમાં આઠ વિકેટે 149 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જોકે, યશસ્વી જયસ્વાની વિસ્ફોટક બેટિંગે આ સ્કોરને એકદમ આસાન બનાવી દીધો હતો. રાજસ્થાને 13.1 ઓવરમાં જ એક વિકેટે 151 રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. જયસ્વાલે 47 બોલમાં 98 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. જ્યારે ચહલે ચાર વિકેટ પોતાના નામે કરી હતી. બીજી તરફ યશસ્વી જયશ વાલે ઇન્ડિયન પ્રીમિયર લીગની ઇતિહાસમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી તેને માત્ર 13 બોલમાં જ 50 રન નોંધાવી ઇતિહાસ રચ્યો હતો. ઝડપી અડધી સદી ફટકારવામાં પેટ કમીન્સ અને કે.એલ રાહુલનું નામ પણ સામેલ છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં વિકેટ લેનાર બોલર તરીકે યજુવેન્દ્ર ચહલ પ્રસ્થાપિત થયો છે તેને પર્પલ કેપ પણ આપવામાં આવી છે. એટલું જ નહીં તેને માત્ર 143 મેચમાં જ 184 વિકેટ ઝડપી છે ત્યારબાદ બ્રાવો એ 183 વિકેટ ઝડપી છે. કલકત્તા નાઈટ રાઈડર્સને બેક ફૂટ ઉપર ધકેલી ચાલે ચાર મહત્વપૂર્ણ વિકેટો લઈ ટીમને જીતનો રસ્તો મોકળો બનાવી દીધો હતો.