પ્રથમ વિકેટ માટે 229 રનની ભાગીદારી : ઓપનરોએ સદી ફટકારી, કેરેબિયન ટીમ બેકફૂટ પર

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચાલી રહેલી ડોમિનિકામાં પ્રથમ ટેસ્ટ મેચમાં યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્માએ શાનદાર રમત રમી હતી અને કેરેબિયન ટીમને બેકફૂટ ઉપર જ રાખ્યું હતુ.

એટલુંજ નહીં બંને ઓપનિંગ બેટ્સમેનોએ સદી ફટકારી હતી. આ સિવાય બંનેએ પ્રથમ વિકેટ માટે 229 રનની ભાગીદારી કરી ટીમને મજબૂતી આપી હતી. હાલ જૈસવાલ 143 રન બનાવી નોટઆઉટ રહ્યો છે જ્યારે સુકાની રોહિત શર્માએ 103 રનની ઇનિંગ્સ રમી હતી. 229 રનની ભાગીદારી વેસ્ટ ઈન્ડિઝમાં ભારત દ્વારા કરવામાં આવેલી સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી છે. આ સાથે જ બંનેએ સેહવાગ અને વસીમ જાફર દ્વારા વર્ષ 2006માં સેન્ટ લુસિયામાં બનાવેલા 159 રનના રેકોર્ડને તોડી નાખ્યો હતો.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ડોમિનિકામાં સીરિઝની પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે આ મેચમાં ભારત તરફથી યશસ્વી જયસ્વાલે ડેબ્યૂ ટેસ્ટ મેચમાં જ સદી ફટકારનાર પ્રથમ ભારતીય ઓપનર બની ગયો છે. આ ઉપરાંત બંને ભારતીય ઓપનરો દ્વારા ટેસ્ટમાં વિદેશી ધરતી પર સદી ફટાકરી હોય તેવું છઠ્ઠી વખત બન્યુ છે. બિજા દિવસની રમતના અંતે ભારતે બે વિકેટ ગુમાવીને 312 રન કર્યા છે જેમાં યશ્સવી જયસ્વાલ 143 રન બનાવીને અણનમ છે જ્યારે વિરાટ કોહલી 36 રન બનાવીને ક્રિઝ પર છે.

વેસ્ટ ઈન્ડિઝ સામે પોતાના ટેસ્ટ કેરિયરનુ ડેબ્યૂ કરી રહેલ યશસ્વી જયસ્વાલે પોતાની બેટિંગથી સૌને પ્રભાવિત કરી દીધા. યશસ્વીએ પોતાની પહેલા ટેસ્ટની પહેલી જ ઇનિંગમાં અર્ધશતક ફટકારીને કોહરામ મચાવી દીધો. તેનું નામ ટૂંક જ સમયમાં વીરેન્દ્ર સહેવાગ, સૌરવ ગાંગુલી અને સુરેશ રૈના જેવા દિગ્ગજો સાથે જોડાઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.