ઇન્ડિયન પ્રીમિયર લીગની સોળમી સિઝનમાં જયસ્વાલે 575 રન ખડકી દીધા
ઇન્ડિયન પ્રીમિયર લીગ યુવા ખેલાડીઓ માટે એક ઉત્તમ સ્થાન બની રહ્યું છે અહીં ખેલાડી પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ભારતીય ટીમમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરે છે ત્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનમાં રાજસ્થાન રોયલ્સના ઓપનિંગ યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલની ઇનિંગ્સ પસંદગીકારોને મૂંઝવ્યા છે અને તે ભારતીય ટીમના દરવાજા ખખડાવી રહ્યો છે. સાઉથ આફ્રિકા ટીમના ભૂતપૂર્વ સુકાની અને સાઉથ આફ્રિકા ક્રિકેટના ભૂતપૂર્વ ડાયરેક્ટર ગ્રેમ સ્મિથે જણાવ્યું હતું કે, યશસ્વીની ઈનિંગ્સ જોવા લાયક છે.
આગામી નવેમ્બર માસમાં જે વિશ્વ કપ રમાશે તેમાં ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે અને બોર્ડે રાહુલની જગ્યાએ કિશન કિશનને પણ સ્થાન આપ્યું છે ત્યારે યશસ્વી જયસ્વાલ જે રીતે પોતાનું ક્રિકેટ રમી રહ્યો છે અને ટીમ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે તેને જોતા બીસીસીઆઈ વિચારતું થયું છે. યશસ્વી જયસ્વાલ ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યું છે. હાલ ભારતીય ટીમ પાસે સુકાની તરીકે રોહિત શર્મા, વિરાટ કોહલી શુભમન ગિલ જેવા ખેલાડીઓ છે અને હવે યશસ્વી જયસ્વાલ દરેક સિલેક્ટરો માટે આકર્ષણનું કેન્દ્ર પણ બન્યો છે.
સૌથી મોટી વાત એ છે કે વિરાટ કોહલીએ યશસ્વીની ઇનિંગ જોવા માટે પોતાનો કિંમતી સમય કાઢ્યો. એટલે કે હવે તે દુનિયાના મોટા ક્રિકેટરોની નજરમાં આવી ગયો છે. મોટા ક્રિકેટરોએ તેની બેટિંગનું નિરીક્ષણ કરવાનું શરૂ કરી દીધું છે.આ અસાધારણ પ્રદર્શનના કારણે તેને ટૂંક સમયમાં ભારતીય ટીમમાં એન્ટ્રી મળી શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જો યશસ્વીને ટેસ્ટ ટીમમાં તક મળશે તો તે ઈંગ્લેન્ડના સેન્સેશન હેરી બ્રુકને પાછળ છોડી દેશે.21 વર્ષીય યશસ્વી જયસ્વાલ આઇપીએલમાં સતત રન 575 રન બનાવી રહ્યો છે. યશસ્વીની ખાસિયત એ છે કે તેણે ક્રિકેટના શોટ રમીને તમામ રન બનાવ્યા છે. તેની ટાઈમિંગ અને ફૂટવર્ક જોઈને દરેક વ્યક્તિ મંત્રમુગ્ધ થઈ જાય છે.