વડાપ્રધાન મોદી અને અમિત શાહ સિવાય ૧૩ રાજ્યોના સીએમ જયરામ ઠાકુરના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ

હિમાચલ પ્રદેશના ઈખ તરીકે જયરામ ઠાકુરે શપથ ગ્રહણ કર્યા છે. આ ઉપરાંત મહેન્દ્ર સિંહ, કિશન કપૂર અને સુરેશ ભારદ્વાજે કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધાં છે. સુરેશ ભારદ્વાજે સંસ્કૃતમાં શપથ લીધા હતા. આજે હિમાચલ પ્રદેશ માટે ઐતિહાસીક દિવસ છે. કારણકે અત્યાર સુધી અહીં કોઈ પણ સીએમની શપથ વિધિમાં વડાપ્રધાન હાજર રહ્યા નથી. જ્યારે જયરામ ઠાકુરની શપથવિધિ માટે વડાપ્રધાન મોદી આજે અહીં પહોંચ્યા હતા. જયરામ ઠાકુરની શપથ વિધિમાં બીજેપી અધ્યક્ષ અમિત શાહ સહિત અન્ય ૧૩ રાજ્યોના સીએમ પણ હાજર રહ્યા હતા. છેલ્લા ૬૫ વર્ષમાં હિમાચલ પ્રદેશમાં માત્ર ૬ વ્યક્તિ જ સીએમ બન્યા છે. તેમાં યશવંત સિંહ પરમાર, ઠાકુર રામલાલ, શાંતા કુમાર, પ્રેમ કુમાર ધૂમલ, વીરભદ્ર સિંહ અને જયરામ ઠાકુર છે.

આજે સીએમની સાથે સાથે સમારોહમાં ડોક્ટર રાજીવ બંસલ, ગોવિંદ સિંહ ઠાકુર, વિક્રમ સિંહ, વિરેન્દ્ર કંવર, વિપિન સિંહ, રામલા માર્કંડા, સરવીન ચૌધરી, અનિલ શર્મા, સુરેશ ભારદ્વાજ, કિશન કપૂર, મહેન્દ્ર સિંહ ઠાકુર શપથ લીધા હતાં. ગોવિંદ સિંહ ઠાકુર અને સુરેશ ભારદ્વાજે સંસ્કૃતમાં શપથ લીધા હતા.

૩૨૫ ગાડીઓની કરવામાં આવી વ્યવસ્થા

આ સિવાય ઘણાં યુનિયન મિનિસ્ટર્સ અને લાલ કૃષ્ણ અડવાણી સહિત બીજેપીના સીનિયર લીડર પણ સામેલ રહેશે. વડાપ્રધાન અને અન્ય રાજ્યોના સીએમ- ડેપ્યૂટી સીએમ અને કેન્દ્રીય મંત્રીઓને લાવવા માટે ૩૨૫ ગાડીઓની વ્યવસ્થા કરવામાં આવી છે.

જયરામ ઠાકુર હિમાચલ પ્રદેશના ૧૩માં સીએમ બન્યા છે. બીજેપીએ વિધાનસભા ચૂંટણીમાં પ્રેમ કુમાર ધૂમલને સીએમ ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. પરંતુ તેઓ આ ચૂંટણી હારી ગયા હતા.  શિમલામાં આ પહેલાં કોઈ પણ મુખ્યમંત્રીના શપથ ગ્રહણમાં આટલી મોટી વ્યવસ્થા કરવામાં આવી નહતી. વડાપ્રધાન અને અન્ય રાજ્યોમાં સીએમ, ડેપ્યૂટી સીએમ અને કેન્દ્રીય મંત્રીઓને લાવવા માટે ૩૨૫ ગાડીઓની વ્યવસ્થા કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.